ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી, આજથી આ જિલ્લાઓમાં ભારે વરસાદની છે આગાહી

IMD Rain Alert In Gujarat : લાંબા વિરામ બાદ વડોદરા, ગીરસોમનાથ, વલસાડ અને વાપીમાં વરસ્યો વરસાદ.... બંગાળની ખાડીમાં સર્જાયું સાયક્લોનિક સર્ક્યુલેશન... મધ્યમથી ભારે વરસાદની આગાહી... 

ચોમાસું ગયું નથી 

1/5
image

ગુજરાતમાંથી ચોમાસું ગયું નથી. ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રવિવારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા તથા ગીરના જંગલ તથા મધ્ય ગુજરાતમાં વરસાદનું આગમન થયું. ભારે ઉકળાટ બાદ વરસાદની એન્ટ્રી થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. બંગાળની ખાડીમાં સાયક્લોન સરક્યુલેશન સક્રિય થતાં 28 તારીખ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી આવી છે. 10 દિવસના વિરામ બાદ રવિવારે વડોદરા, ગીર સોમનાથ, વાપી અને વલસાડમાં વરસાદ પડ્યો હતો.   

આજથી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ  

2/5
image

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજથી 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેથી આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં પણ પડી શકે હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે. અત્યાર સુધીમાં ગુજરાતભરમાં સામાન્ય કરતાં 42 % વધુ વરસાદ નોંધાયો છે. 

ક્યાં ક્યાં વરસાદ આવશે 

3/5
image

આ વિશે માહિતી આપતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આગામી 25, 26, 27 સપ્ટેમ્બરે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ દિવસોમાં અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી તાપમાન નોંધાશે. 23 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી

આગાહીકાર આંબલાલ પટેલની આગાહી

4/5
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, રાજ્યમાં હજી પણ વરસાદ રહી શકે છે. ગ્રહોની સ્થિતિ જોતા શુક્ર ગ્રહ તેના ભ્રમણના લીધે રાજ્યમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં 25 થી 28 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર પણ ચોમાસાના નક્ષત્ર છે, તેથી વરસાદ આવશે. નવરાત્રિમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ રહી શકે છે. 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે.

વાવાઝોડું પણ આવશે 

5/5
image

અંબાલાલ પટેલે ખતરાના સંકેત આપતા કહ્યું કે, 10 ઓક્ટોબરે બંગાળાના ઉપસગારના વાવાઝોડાની શક્યતા છે. તો 16 નવેમ્બરથી બંગાળાના ઉપસાગરમા હળવું દબાણ ઉભું થતા 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઉભું થશે. ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે અગાઉ ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૨૯-૨૭ સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવ સંભાવના નહિવત્ છે.