કેવડિયામાં ઉમેરાયું નવુ નજરાણું, જાપાનીઝ થીમ પર બનાવેલા મિયાવાકી જંગલને ખુલ્લુ મૂકશે PM મોદી

જયેશ દોશી/નર્મદા :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નર્મદાના કેવડિયાની મુલાકાતે આવશે. જ્યાં તેઓ બે નવા આકર્ષણોનું લોકાર્પણ કરશે. જેમાંથી એક છે મિયાવાકી ફોરેસ્ટ. કેવડિયામાં SSNNL સર્કિટ હાઉસ ટેકરીની બાજુમાં 2 એક વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી જંગલ વિકસાવવામાં આવ્યું છે. આ ફોરેસ્ટ જાપાનીઝ પદ્ધતિ અનુસાર બનાવાયું છે. આખરે કેવુ છે એ ગાર્ડન અને જાપાનની આ ટેકનિક કેવી રીતે કામ કરે છે તે જાણીએ.

1/6
image

મિયાવાકી જાપાનીઝ અકીરા પ્રેરિત ટેકનિક છે. જે બહુ જ ઓછા સમયમાં ગાઢ જંગલનું નિર્માણ કરવામાં મદદ કરે છે. 

2/6
image

આ પદ્ધતિમાં એક જ વિસ્તારમાં શક્ય એટલા નજીક વૃક્ષો વાવવામાં આવે છે, જે જગ્યા તો બચાવે જ છે. સાથે જ બાજુ-બાજુમાં વાવેલા રોપાઓ એકબીજાની વૃદ્ધિમાં મદદ કરે છે, અને સૂર્યપ્રકાશને જમીન સુધી પહોંચતા અટકાવે છે. જેનાથી નીંદણ ઉગતું અટકે છે. 

3/6
image

આ રીતે જંગલ બનાવ્યા બાદ  પ્રથમ ત્રણ વર્ષ પછી આ રોપેલા છોડવાઓની જાળવણી કરવાની જરૂર રહેતી નથી.   

4/6
image

આ પદ્ધતિમાં છોડનો વિકાસ 10 ગણો ઝડપી થાય છે અને પરિણામ સ્વરૂપે 30 ગણું વધુ ગાઢ જંગલ ઊભું થાય છે.

5/6
image

મિયાવાકી પદ્ધતિ માત્ર 2થી 3 વર્ષમાં જંગલ ઊભું કરવામાં મદદરૂપ થાય છે, જ્યારે પરંપરાગત રીત દ્વારા એક જંગલ ઊભું કરવામાં 20થી 30 વર્ષનો સમય લાગે છે.   

6/6
image

કેવડિયામાં SSNNL સર્કિટ હાઉસ ટેકરીની બાજુમાં એકતા નગર ખાતે એકતા મોલની નજીક 2 એકર વિસ્તારમાં મિયાવાકી જંગલ વિકસાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કરશે.