ઠંડી, માવઠું, વાવાઝોડું..... જાણો લો નવા વર્ષ માટે શું છે અંબાલાલ પટેલ અને હવામાનની આગાહી
ગુજરાતીઓના નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. વિક્રમ સવંત 2081નો પ્રારંભ થઈ ગયો છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવા વર્ષ માટે આગાહી પણ કરી છે.
અંબાલાલે જણાવ્યું કે, દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આ ઉપરાંત અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે.
તેમણે કહ્યું કે, તો આ બાદ 6 થી 8 નવેમ્બરે આવી રહેલું પશ્ચિમી વિક્ષેપ ગુજરાતમાં ઠંડી લાવશે. 7 થી 10 નવેમ્બર બંગાળના ઉપસાગર માં વધુ એક વાવાઝોડું આવશે. અરબી સમુદ્ર માં 13-14 નવેમ્બર હલચલ જોવા મળશે. 19 થી 22 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. આ દિવસોમાં ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જે માવઠું લાવી શકે છે. 7 થી 14 તથા 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવશે.
વાવાઝોડું આવી રહ્યું છે
તેમણે કહ્યું કે, તો આ બાદ ૬ થી ૮ નવેમ્બરે આવી રહેલું પશ્ચિમી વિક્ષેપ ગુજરાતમાં ઠંડી લાવશે. ૭ થી ૧૦ નવેમ્બર બંગાળના ઉપસાગર માં વધુ એક વાવાઝોડું આવશે. અરબી સમુદ્ર માં ૧૩-૧૪ નવેમ્બર હલચલ જોવા મળશે. 19 થી 22 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. આ દિવસોમાં ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જે માવઠું લાવી શકે છે. 7 થી 14 તથા 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવશે.
અંબાલાલ પટેલની પણ વાવાઝોડાની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે કહ્યું છે કે, દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આ ઉપરાંત અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે.
નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે, પરંતુ હજુ પણ દિવસ દરમિયાન સૂર્ય ચમકી રહ્યો છે. હવે હવામાન વિભાગે કહ્યું છે કે 3 નવેમ્બરથી ઠંડી શરૂ થઈ રહી છે, કારણ કે ઉત્તર અને પૂર્વ ભારતમાં પારો ત્રણ ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 થી 7 નવેમ્બરની વચ્ચે ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધવામાં આવી શકે છે. આ સિવાય દેશના અન્ય ભાગોમાં હવામાનમાં વધુ ફેરફાર થવાનો નથી. છેલ્લા 24 કલાકમાં તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.
Trending Photos