Gujarat Weather Forecast: ગણતરીના કલાકોમાં ગુજરાતના હવામાનમાં જોરદાર પલટાના સંકેત, ઠંડી તો વધશે ઉપરથી આ વિસ્તારોમાં વરસાદ બધુ રમણભમણ કરશે

આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે ભારે ઠંડી સાથે માવઠાની પણ આગાહી કરી છે. જેથી કરીને ગુજરાતીઓ હવે ભર શિયાળામાં વરસાદની થપાટ માટે પણ તૈયાર રહેજો. જાણો કયા વિસ્તારોમાં કયારે વરસાદ વરસી શકે છે. 
 

અંબાલાલ પટેલની આગાહી

1/5
image

આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ઠંડીમાં બે દિવસ ઘટાડો થશે. 22-23 જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષાની સંભાવના રહેલી છે. જેના કારણે 22-23 જાન્યુઆરીએ ગુજરાતમાં ઠંડી વધશે.   

વરસાદની આગાહી

2/5
image

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે , 24-25 જાન્યુઆરીએ દક્ષિણ ભારતમાં વરસાદ થતા તેની અસર સ્વરૂપે પશ્ચિમ ભારતમાં વાદળો આવવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.  

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં માવઠાની શક્યતા

3/5
image

આગાહી મુજબ આગામી 27 થી 30 જાન્યુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી શક્યતા છે જેના કારણે રાજ્યમાં માવઠાની શક્યતા પણ રહેલી છે. દક્ષિણ - પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે. 

ફેબ્રુઆરી પણ ભારે!

4/5
image

અંબાલાલની આગાહી મુજબ ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. 7 થી 9 ફેબ્રુઆરીમાં વાદળવાયું આવી શકે. એટલે કે વાદળા આવી શકે છે. 

શું કહે છે હવામાન વિભાગ

5/5
image

બીજી બાજુ રાજ્ય હવામાન વિભાગના જણાવ્યાં મુજબ મંગળવારથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે. જેને કારણે ડબલ સિઝન પણ અનુભવાઈ રહી છે. રવિવારે લઘુત્તમ તાપમાન 5.6 ડિગ્રી વધીને 17.5 નોંધાયું હતું. તાપમાન વધ્યું પરંતુ ઠંડા વાયરાના કારણે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. હાલના સમયમાં તો રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં ઠંડીનું પ્રમાણ ઘટતા લોકોને રાહત મળી છે. પરંતુ હવે ઠંડી વધવાની શક્યતા છે.