આવનારા 70 દિવસ આ 4 રાશિઓ માટે ખૂબ જ શુભ, દેવગુરુ આપશે મન પસંદ નોકરી; રૂપિયાનો થશે વરસાદ!
Guru Margi 2025: દેવગુરુ બૃહસ્પતિ આ સમયે વૃષભ રાશિમાં છે અને લાંબા સમય સુધી વક્રી થયા બાદ માર્ગી થઈ ગયો છે. ગુરુનું માર્ગી થવાથી 4 રાશિના જાતકોને ઘણો ફાયદો થશે.
ગુરુ માર્ગી
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહ 1 વર્ષે પોતાની રાશિ પરિવર્તન કરે છે. આ રીતે ગુરુ 12 વર્ષમાં 12 રાશિઓનું ચક્ર પૂર્ણ કરે છે. હાલમાં દેવગુરુ બૃહસ્પતિ વૃષભ રાશિમાં છે. તેઓ મે મહિનામાં રાશિ પરિવર્તન કરીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે લોકોના જીવન પર મોટી અસર પડશે. પરંતુ નવેમ્બર 2024થી ગુરુ ગ્રહ વક્રી હતો અને હવે 4 ફેબ્રુઆરીથી ગુરુ માર્ગી થઈ ગયો છે. વૃષભ રાશિમાં ગુરુ ગ્રહ માર્ગી થવો મોટો બદલાવ છે. ગુરુ આગામી થોડા દિવસો સુધી માર્ગી જ રહેશે. સાથે જ ગુરુ-શુક્ર 14 મે સુધી એકબીજાની રાશિમાં રાશિ પરિવર્તન યોગ બનાવશે. જેના કારણે કેટલીક રાશિઓને ફાયદો થશે. જાણો કઈ 4 રાશિઓ માટે ગુરૂ ગ્રહ અપાવશે ઘણો ફાયદો.
વૃષભ રાશિ
ગુરુના માર્ગી હોવાથી વૃષભ રાશિના જાતકોને લાભ થશે. આર્થિક સ્થિતિ સારી થશે. પગાર વધશે. અટવાયેલા રૂપિયા પાછા મળી શકે છે. રોકાણ માટે આ સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે. વેપારી લોકોની કિસ્મત ચમકશે. તમારી પસંદગીની નોકરી મેળવી શકો છો.
કન્યા રાશિ
ગુરુની સીધી ચાલ કન્યા રાશિના જાતકોના જીવનમાં સારા દિવસોની શરૂઆત કરાવશે. તમારા પગારમાં વધારો થશે. ઘરમાં શુભ કાર્યો થઈ શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે. ભાગીદારીથી લાભ થશે.
વૃશ્ચિક રાશિ
ગુરુના માર્ગી થવાથી વૃશ્ચિક રાશિના જાતકો માટે સારું સાબિત થશે. તમારો ભાગ્યોદય થઈ શકે છે. તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જો ખર્ચને નિયંત્રિત રાખી શકો છો, તો તમે જૂના દેવાથી પણ રાહત મેળવી શકો છો.
મીન રાશિ
મીન રાશિનો સ્વામી ગુરુ છે અને ગુરુના માર્ગી હોવાથી મીન રાશિના જાતકોને વિશેષ લાભ થશે. કોઈ મહત્વપૂર્ણ કામમાં સફળતા મળશે. શેરબજારમાં રોકાણથી તમને ફાયદો થશે. જીવનમાં ખુશીઓ આવશે.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.
Trending Photos