12 વર્ષ બાદ ગુરુ-શુક્રની યુતિથી બનશે પાવરફૂલ 'ગજલક્ષ્મી રાજયોગ', આ 3 રાશિવાળાને બંપર આકસ્મિક ધનલાભ કરાવશે
આ રાજયોગનું નિર્માણ કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકાવી શકે છે. આ સાથે કરિયર અને કારોબારમાં પ્રગતિ કરાવી શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...
વૈદિક જ્યોતિષ મુજબ ગુરુ ગ્રહ 1 મેના રોજ વૃષભ રાશિમાં ગોચર કરશે અને વૈભવના કારક ગ્રહ શુક્ર 19મી મેના રોજ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી ગજલક્ષ્મી રાજયોગ બનશે. અત્રે જણાવવાનું કે ગુરુ અને શુક્ર જ્યારે એક બીજાથી કેન્દ્ર ભાવમાં, આમને સામને કે પહેલા, ચોથા અને સાતમા ભાવમાં હોય છે ત્યારે ગજલક્ષ્મી રાજયોગ બને છે. આવામાં આ રાજયોગનું નિર્માણ કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકાવી શકે છે. આ સાથે કરિયર અને કારોબારમાં પ્રગતિ કરાવી શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...
મેષ રાશિ
તમારા માટે ગજલક્ષ્મી રાજયોગ ખુબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ બનાવશે અને જ્ઞાન તથા સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. આ સાથે જ તમારી ઈચ્છાઓ પૂરી થશે. મોટા મોટા લોકો સાથે સંબંધ બનશે. જે તમારા માટે શુભ સાબિત થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જેનાથી તમે ઉર્જાવાન મહેસૂસ કરશો અને તમારો ઝૂકાવ આધ્યાત્મ તરફ રહેશે. જે લોકો પરિણીત છે તેમનું વૈવાહિક જીવન શાનદાર રહેશે. તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે.
કર્ક રાશિ
ગજલક્ષ્મી રાજયોગ કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમને આવકમાં જબરદસ્ત વધારો જોવા મળશે. આ સાથે જ આ સમયગાળામાં તમે બેંક બેલેન્સને વધારશો. જીવનના દરેક ક્ષેત્રમાં લાભ થવાના યોગ છે. કોઈ રોકાણથી સારો લાભ થશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ સાથે જ આ સમય દરમિયાન તમે કામકાજ સંબંધિત મુસાફરી કરી શકો છો અને તે શુભ રહેશે. તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. જે લોકો બેરોજગાર છે તેમને નવી નોકરી મળી શકે છે.
સિંહ રાશિ
તમારા માટે ગજલક્ષ્મી રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. આ સયમ દરમિયાન વેપારી વર્ગને સારો લાભ થઈ શકે છે. કોઈ મોટી વ્યવસાયિક ડીલ થઈ શકે છે. જેનાથી ભવિષ્યમાં લાભ થશે. સામાજિક અને ધાર્મિક કાર્યો કરવાથી તમારા માન સન્માનમાં સારો વધારો થશે. નવા વર્ષમાં તમે બચત કરવામાં સફળ રહેશો અને બેંક બેલેન્સમાં પણ સારો વધારો જોવા મળશે. વાહન કે પ્રોપર્ટી પણ ખરીદી શકો છો.
Trending Photos