હેપ્પી બર્થડે અનિલ કુંબલેઃ જમ્બો સાથે જોડાયેલી આ પાંચ વાત નહીં ભૂલી શકો તમે
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને પૂર્વ કોચ અનિલ કુંબલેનો આજે 48મો જન્મદિવસ છે. આ તકે ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપનાર આ લેગ સ્પિનર સાથે જોડાયેલી યાદો ફરી તાજી કરીએ..
કોટલામાં બનાવી પરફેક્ટ 10
7 ફેબ્રુઆરી 1999 દિલ્હીનું ફિરોઝશાહ કોટલા મેદાન. આ દિવસે કુંબલે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઈનિંગમાં તમામ 10 વિતેટ લેનાર વિશ્વનો બીજો બોલર બની ગયો. પાકિસ્તાન પ્રથમ મેચ જીતીને શ્રેણીમાં લીડ બનાવી ચુક્યુ હતું. ભારત માટે આ મેચ જીતવી જરૂરી હતી. ભારતે પાકિસ્તાનની સામે 420 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. પાકિસ્તાને મેચ ડ્રો કરાવવા માટે અંતિમ દિવસે બેટિંગ કરવાની હતી. કુંબલેએ તે દિવસે 74/10નું પ્રદર્શન કરીને ભારતને 19 વર્ષમાં પાકિસ્તાન પર પ્રથમ ઐતિહાસિક જીત અપાવી હતી.
જડબું તુટ્યું પણ જુસ્સો નહીં
કુંબલે સાથે જોડાયેલી આ યાદ તમે ક્યારેય નહીં ભૂલી શકો. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સેન્ટ જોન્સમાં મે 2002માં રમાયેલા આ મેચમાં કુંબલે મેદાન પર ફેક્ચર્ડ મોઢા સાથે ઉતર્યો હતો. કુંબલેને આ ઈજા મેદાન પર બેટિંગ કરતા થઈ હતી. કુંબલેએ તુટેલા મોઢે 14 ઓવર બોલિંગ કરી અને લારાની કિંમતી વિકેટ ઝડપી હતી. ત્યારે કુંબલેએ કહ્યું આ એક જોખમ ભર્યું કામ હતું પરંતુ મેં વિચાર્યું કે જોખમ લઈ શકાય છે. મને તે વાતની ખુશી રહેશે કે મેં મારા તરફથી સર્વશ્રેષ્ઠ આપ્યું.
હીરો કપમાં હીરો
27 નવેમ્બર 1993ના હીરો કપ ફાઇનલમાં ભારતની સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ હતી. કોલકત્તાના ઈડન ગાર્ડન મેદાન પર કુંબલેએ 12 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ ભારત તરફથી 20 વર્ષ કરતા વધુ સમય સુધી વનડેમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. 2014માં સ્ટુઅર્ડ બિન્નીએ બાંગ્લાદેશ વિરુદ્ધ 4 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. વિઝડને અનુમાન લગાવ્યું કે, કોલકત્તાના આ મેદાન પર આશરે 1 લાખ લોકો હાજર હતા. કુંબલેના આ પ્રદર્શનની મદદથી ભારતે ટાઇટલ પર કબજો કર્યો હતો.
પ્રથમ અને અંતિમ ટેસ્ટ સદી
ભારત માટે 956 આંતરરાષ્ટ્રીય વિકેટ કુંબલે આ ક્ષણને ક્યારેય નહીં ભૂલી શકે. આ ક્ષણ તેને બોલ નહીં પણ બેટે અપાવી હતી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓવલમાં રમાયેલા આ મેચમાં કુંબલેએ સદી પટકારી હતી. ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 1-0ની લીડ બનાવી રાખી હતી. કુંબલે 97 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે કેવિન પીટરસનના બોલ પર આગળ વધીને શોટ ફટકારવાનો પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી. ત્યારબાદ કુંબલેના બેટની કટથી બોલ બાઉન્ટ્રી પાર કરી ગયો અને કુંબલેને મળી તેના કેરિયરની પ્રથમ અને અંતિમ ટેસ્ટ સદી.
લીડ્સ માં લીડર
2002માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ હેડિંગ્લેમાં સાત વિકેટ ઝડપનાર કુંબલેએ શ્રેણીમાં બરોબરી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કુંબલેના આ પ્રદર્શનની મદદથી ભારતે જીત મેળવી હતી. ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં રોબ કી, કેપ્ટન નાસિર હુસેન અને એલેક સ્ટીવર્ટની વિકેટ ઝડપી હતી.
Trending Photos