Gujarat Weather: ઠંડી ગઈ હવે ગરમીનો વારો, આ વિસ્તારમાં યલો એલર્ટ, હવામાન વિભાગની આગાહી
Weather News: ગુજરાતમાં શિયાળાની વિદાય થઈ ગઈ છે. હવે લોકો ગરમીનો સામનો કરી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા ગરમીનો પારો ઊંચો જવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી
ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ તાપમાન કેવું રહેશે તેની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે લોકોએ ભારે ગરમીનો સામનો કરવો પડશે. હજુ ફેબ્રુઆરી પૂર્ણ થયો નથી ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું કે આગામી સાત દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે. આ સાથે ગરમી અને ભેજવાળા વાતાવરણની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છના સમુદ્રી વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના સમુદ્રી વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ જોવા મળશે.
હવામાન વિભાગે કહ્યું કે આગામી 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થશે નહીં. પરંતુ ત્યારબાદ તેમાં ત્રણ ડિગ્રી જેટલો વધારો થવાનો છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં આગામી બે દિવસમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે.
અમદાવાદના તાપમાન અંગે જણાવ્યું કે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહી શકે છે. રાજ્યમાં અત્યારે પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વની છે.
રાજ્યમાં હવામાનના એલર્ટને લઈને હવામાન વિભાગે કહ્યું કે દરિયા કાંઠા વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના સમુદ્રી વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Trending Photos