નવી આગાહીથી સાવધાન : ગુજરાતના અડધો ડઝન જિલ્લાઓમાં આજે અતિથી ભારે વરસાદની આગાહી

IMD Rain Alert In Gujarat : ગુજરાતમાં ફરી વરસાદની આગાહી આવી ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં આજે મધ્યમથી અતિભારે વરસાદની આગાહી છે. સુરત, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં પડશે ધોધમાર વરસાદ. સોમવારે વલસાડના પારડીમાં વરસ્યો સાડા 4 ઈંચ વરસાદ

હવામાન વિભાગની આગાહી

1/4
image

આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. જેમાં દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. તો સુરત, નવસારી અને ડાંગમાં પણ વરસાદની આગાહી છે. આ ઉપરાંત નર્મદા, ભરૂચ અને તાપીમાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, આણંદ, નર્મદામાં પણ વરસાદ આવશે.  

બંગાળની ખાડીમા નવી સિસ્ટમ સક્રિય થઈ 

2/4
image

ભારે ઉકળાટ બાદ વરસાદની એન્ટ્રી થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ માટે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું સાયક્લોન સરક્યુલેશન જવાબદાર છે. જેના કારણે ગુજરાતમાં 28 તારીખ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી આવી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજથી 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેથી આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં પણ પડી શકે હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે.  

ક્યાં ક્યાં વરસાદ આવશે 

3/4
image

હવામાન વિભાગની આગાહી કરતા જણાવ્યું કે, આગામી સાત દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ સાથે યેલો અલર્ટ છે. આજે દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો સુરત, નવસારી અને, ડાંગમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. અમદાવાદના તાપમાનમાં વધારો થશે. સામાન્ય તાપમાન કરતા 1.7 ડિગ્રીનો વધારો થશે. ગુજરાતના બાકીના જિલ્લાઓનું તાપમાન 33 થી 34 ડિગ્રી વચ્ચે છે.   

વાવાઝોડું પણ આવશે 

4/4
image

આગાહીકાર આંબલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, રાજ્યમાં હજી પણ વરસાદ રહી શકે છે. ગ્રહોની સ્થિતિ જોતા શુક્ર ગ્રહ તેના ભ્રમણના લીધે રાજ્યમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં 25 થી 28 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર પણ ચોમાસાના નક્ષત્ર છે, તેથી વરસાદ આવશે. નવરાત્રિમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ રહી શકે છે. 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે. અંબાલાલ પટેલે ખતરાના સંકેત આપતા કહ્યું કે, 10 ઓક્ટોબરે બંગાળાના ઉપસગારના વાવાઝોડાની શક્યતા છે. તો 16 નવેમ્બરથી બંગાળાના ઉપસાગરમા હળવું દબાણ ઉભું થતા 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઉભું થશે. ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે અગાઉ ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૨૯-૨૭ સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવ સંભાવના નહિવત્ છે.