HOLIDAY HOMES: મનાલીથી લઈને સ્વિટ્ઝરલેન્ડ સુધી આ બોલીવુડ સ્ટાર્સએ ખરીદી રાખ્યા છે ફાર્મહાઉસ
આપણા બોલીવુડ સ્ટાર્સ ખૂબ નસીબદાર છે. જેમણે દેશ-વિદેશમાં ફાર્મહાઉસ ખરીદી લીધા છે અને તેમના ફાર્મહાઉસ મોટાભાગે કોઈને કોઈ પ્રખ્યાત હિલ સ્ટેશનો પર છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ જુઓ બોલિવુડ સ્ટાર્સના અદભૂત હોલી-ડે હોમ્સઃ દરેકનું વ્યક્તિનું મન કરતુ હોય છે, કે તે કામમાંથી થોડો વિરામ લઈને પહાડો તરફ નીકળી શકે. પણ આપણે એવું માત્ર વિચારી શકીએ છીએ પણ આપણા બોલીવુડ સ્ટાર્સ ખૂબ નસીબદાર છે. જેમણે દેશ-વિદેશમાં ફાર્મહાઉસ ખરીદી લીધા છે અને તેમના ફાર્મહાઉસ મોટાભાગે કોઈને કોઈ પ્રખ્યાત હિલ સ્ટેશનો પર છે. અને પરિવાર સાથે તેઓ તેમના આવા ફાર્મહાઉસ પર આરામ કરતા હોય છે. તો ચાલો જોઈએ કે કયા સ્ટાર્સએ હિલ સ્ટેશન પર તેમના ફાર્મહાઉસ બનાવ્યા છે, જ્યાં તેઓ નવરાશ મળે કે તરત રજા માણવા પહોંચી જાય છે.
સુનીલ શેટ્ટી
બોલીવુડના અન્ના સુનીલ શેટ્ટીને લીલોછમ લીલોતરી અને પર્વતો અને ત્યાંના ઠંડા હવામાન ખૂબ જ ગમે છે, તેથી જ સુનીલ શેટ્ટીને ખંડાલામાં એક શાનદાર અને મોટો બંગલો છે. જ્યાં સુનીલ ઘણીવાર તેના પરિવાર સાથે જોવા મળે છે. આટલું જ નહીં, નાના પહાડી વિસ્તારમાં ઇગતપુરીમાં સુનિલનો અદભૂત બંગલો છે. જે ચોમાસામાં ત્યાંના વાતાવરણની મજા માણવા માટે યોગ્ય સ્થળ છે.
શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રાનું ઘર
વૈભવી ઘરોની શોખીન શિલ્પા શેટ્ટીનું એક ઘર કોઈ પ્રખ્યાત હિલ સ્ટેશન પર ના હોય તેવું બનીજ ના શકે. શિલ્પા-રાજનો ભવ્ય ફાર્મહાઉસ કમ બંગલો લંડનના વેબ્રીજ સ્થિત સેન્ટ જ્યોર્જ હિલના પોશ વિસ્તારમાં આવેલો છે. રાજે આ બંગલો શિલ્પાને ગિફ્ટ કર્યો છે. શિલ્પાને આ રાજમહેલ તેના બધા ઘરમાંથી સૌથી વધારે પસંદ છે. જેમાં 7 ઓરડાઓ છે. ત્યાં એક ગરમ પાણીનો ઇન્ડોર સ્વિમિંગપૂલ છે. અને તમામ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
સેફ અને કરિનાનું ઘર
વિશ્વની સૌથી સુંદર અને મોંઘી જગ્યાઓમાંથી એક છે સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડમાં પટૌડીના નવાબ, સૈફ અલી ખાને તેની બેગમ કરીના કપૂર ખાન માટે એક લક્ઝુરિયસ ઘર ખરીદ્યું છે. બરફથી ઢકાયેલા પર્વતો અને લીલાછમ મેદાનો કરીનાને સ્વર્ગની અનુભૂતિ કરાવે છે. કરિનાએ તેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેની છેલ્લી ઇચ્છા સ્વિટ્ઝરલેન્ડના ગસ્તાદમાં રજા ગાળવાની રહેશે. વર્ષમાં એકવાર, સૈફ-કરીના તૈમૂર સાથે ગુસ્તાદમાં રજા માણવા માટે જાય છે.
કંગના રાનાઉત
બોલિવૂડની પંગેબાજ અભિનેત્રી કંગના રાનાઉત હિમાચલ પ્રદેશના મંડી શહેરના નાના ગામ સૂરજપુરની છે. આવી સ્થિતિમાં કંગનાનો પર્વતો પ્રત્યે પ્રેમ હોય એ અનિવાર્ય છે. કંગનાએ મનાલી જેવા સુંદર પહાડી શહેરમાં તેના પરિવાર માટે એક વૈભવી ઘર બનાવ્યું છે. 30 કરોડમાં બનેલા 8 ઓરડાઓવાળા આ મકાનમાં મનાલીની પરંપરાગત કશ્કની શૈલી પ્રમાણે બનાવવામાં આવ્યું છે. ઘરની સામે બરફથી ભરેલા પર્વતોનું સુંદર દૃશ્ય જોવા મળે છે. લોકડાઉન સમયે કંગનાએ પોતાનો મોટાભાગનો સમય અહીં વિતાવ્યો હતો અને તેનો પરિવાર આ બંગલામાં રહે છે.
ખિલાડી કુમારનું પર્સનલ પહાડ
બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારનો કેનેડા પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. અક્ષયને કેનેડિયન નાગરિકત્વ પ્રાપ્ત છે. કેનેડા શહેરની સુંદરતા અક્ષયને એટલી મોહિત કરે છે કે તેણે કેનેડામાં એક આખો પર્વત ખરીદી લીધો છે. જ્યાં તેણે તેના પરિવાર માટે એક ફાર્મહાઉસ બનાવ્યું છે. અક્ષય તેના પરિવાર સાથે ઉનાળાની રજાઓ ગાળવા માટે ત્યાં જાય છે.
આમિર ખાનનું લક્કી હોલી ડે હોમ
પરફેક્શનિસ્ટ આમિર ખાને મુંબઈથી દૂર એક પ્રખ્યાત હિલ સ્ટેશન પંચગનીમાં પોતાનું વૈભવી હોલી ડે હોમ બનાવ્યું છે. આમિરનો બંગલો એ ત્યાંનો સૌથી સુંદર બંગલો છે. 2 એકરમાં ફેલાયેલી આ સંપત્તિ આમિરે 7 કરોડના ખર્ચે હોમી અદાઝાનિયા પાસેથી ખરીદી હતી. તમને જણાવી દઈએ કે આમિરે કિરણ રાવે સાથે 2005માં પંચગનીના આ બંગલામાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ આમિર અને કિરણને આ બંગલો એટલો ગમ્યો હતો કે થોડા મહિના પછી તેણે તેને ખરીદી લીધો હતો. આમિર વારંવાર તેની વેડિંગ એનિવર્સરી અને જન્મદિવસની ઉજવણી માટે પંચગની જાય છે.
Trending Photos