House of Horrors: વર્ષોથી ભૂતોનો વાસ હતો આ ઘરમાં? કાચાપોચા ન જોતા આ 10 ડરામણા PHOTOS
સોશિયલ મીડિયા પર જાત જાતની તસવીરો વાયરલ થતી રહે છે. ક્યારેક તો એવી તસવીરો પણ જોવા મળે છે કે જે જોઈને તમારા છાતીના પાટિયા બેસી જાય. આવી જ કઈક તસવીરો અર્બન એક્સપ્લોરર એડમ કોર્કિલ (Adam Corkill) એ ઈંગ્લેન્ડના સમરસેટ Somerset)ના એક ઘરની લીધી છે જે ખુબ જ ડરામણી છે.
'શેતાન અહીં હતો'
ઘરની દીવાલ પર લાલ રંગથી લખેલું છે શેતાન અહીં હતો. દીવાલ જોઈને કોઈ પણ ડરી જાય.
વર્ષોથી બંધ હતું ઘર
તસવીરો જોઈને લાગે છે કે આ ઘર વર્ષોથી બંધ હતું અને તેને જાણે સડવા માટે છોડી દેવાયું હતું.
ખુબ ડરામણો છે બેડરૂમ
બેડરૂમની અંદર ડોકિયુ કરો તો ખુબ જ ડરામણો છે આ રૂમ. એટલે સુધી કે બેડ પણ સડી ગયો છે. આ ઉપરાંત રૂમમાં પહેલા રહેતા લોકોના કપડા પણ જોવા મળી રહ્યા છે.
આવી છે બાથરૂમની હાલત
1970ના દાયકાની બહુરંગી ટાઈલ્સ અને ટૂટેલા ફૂટેલા ટોઈલેટ પોર્ટ જોવા મળી રહ્યા છે. બાથરૂમની હાલત જોઈને ચક્કર આવી જાય.
બહારથી આવું છે ઘર
ઘરની બહારની દીવાલો પર વેલ ઉગી નીકળી છે. આસપાસ ખુબ ઝાડી ઝાંખરા આવી ગયા છે. ધ સનના રિપોર્ટ મુજબ આ ઘરને 2006થી સંપૂર્ણ રીતે ખુલ્લુ મૂકી દેવાયું.
20 વર્ષ આમ જ પડ્યું રહ્યું ટાઈપ રાઈટર
માલિકના મૃત્યુ બાદ લગભગ 20 વર્ષથી આમ જ પડ્યું રહ્યું ટાઈપ રાઈટર
ડ્રોઈંગ રૂમમાં ફેલાયેલો હતો સામાન
ધ સનના રિપોર્ટ મુજબ તસવીરો ક્લિક કરનારા એડમે કહ્યું કે મે પાછલા બારણેથી ઘરમાં પ્રવેશ કર્યો. ઘરની સ્થિતિ ખુબ જ ડરામણી હતી. અહીં ફેલાયેલો સામાન સંકેત આપે છે કે ભૂતકાળમાં કોણ રહેતું હ તું. તેણે જણાવ્યું હતું કે અહીં ખુબ જૂનું ટીવી પડ્યું હતું, બીજી બાજુ એક સોફા પડ્યો હતો.
ઘર ખુબ ડરામણું હતું
એડમે કહ્યું કે 'ઘરની સ્થિતિ ખુબ જ ડરામણી હતી અને એવું લાગતું હતું કે તમે આ જગ્યાઓ પર ભૂતોને મહેસૂસ કરી શકો છો.'
ઘરમાં ખુબ જૂના સિલાઈ મશીન અને ટાઈપરાઈટર
એડમે જણાવ્યું કે 'ઘરમાં 1950 અને 1960ના દાયકાના અખબારોના કટિંગ, સિલાઈ મશીન અને ટાઈપરાઈટર પડ્યા હતા.'
આવી હતી કિચનની હાલત
એડમે જણાવ્યું કે ઘરના રસોડામાં 1970ના દાયકાની બહુરંગી ટાઈલ્સ જોવા મળી રહી હતી. રસોડામાં ગેસ કન્સ્ટર અને એક ખુરશી પણ હતા.
Trending Photos