Cheapest Areas in Ahmedabad: અમદાવાદમાં ઓછા ભાડામાં ઘર જોઈએ છે? આ વિસ્તારો વિશે જાણો, અફલાતુન 2BHK, 3BHK ઓછા ભાડે મળશે
જો તમારી પાસે બજેટ સિમિત હોય અને તેમાં તમારે અમદાવાદમાં સસ્તા વિસ્તારોમાં ઘર લેવાની જરૂરીયાત હોય તો અમે તમને એવા કેટલાક વિસ્તારો વિશે જણાવીશું જે બજેટમાં હોય અને ત્યાં જીવનજરૂરિયાતની વસ્તુઓ પણ સરળતાથી ઉપલબ્ધ રહેતી હોય.
આમ તો ગુજરાતના મહત્વના શહેરોમાં જોઈએ તો વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ, સહિત ભાવનગર, જામનગર...ઘણા છે. પરંતુ અમદાવાદ સૌથી મહત્વનું કહી શકાય. અમદાવાદ એક એવું શહેર છે જે સાંસ્કૃતિક ધરોહર, ઐતિહાસિક અને આધુનિકતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે. અમદાવાદ એ હાલની પરિસ્થિતિમાં ગુજરાતનું આર્થિક કેન્દ્ર પણ છે. જ્યાં વસ્તીમાં વિવિધતા, ધાર્મિક વિવિધતા અને ભાષાઓમાં પણ વિવિધતા તેને એક જીવંત શહેર બનાવે છે. અમદાવાદ મહત્વપૂર્ણ કોમર્શિયલ, ઔદ્યોગિક અને વેપારી કેન્દ્ર છે અને હવે તો શિક્ષણની રીતે પણ ઉત્તમ સંસ્થાઓ તમને અહીં જોવા મળશે. હાલમાં જ અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ અમદાવાદની IIMમાં એડમિશન લીધું.
ભારતનું સાતમું મોટું શહેર
અમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું અને ભારતનું સાતમું મોટું શહેર કહેવામાં આવે છે. અનેક લોકો આંખોમાં સપના લઈને અમદાવાદમાં આર્થિક સમૃદ્ધિ માટે આવે છે. ત્યારે જો તમારી પાસે બજેટ સિમિત હોય અને તેમાં તમારે અમદાવાદમાં સસ્તા વિસ્તારોમાં ઘર લેવાની જરૂરીયાત હોય તો અમે તમને એવા કેટલાક વિસ્તારો વિશે જણાવીશું જે બજેટમાં હોય અને ત્યાં જીવનજરૂરિયાતની વસ્તુઓ પણ સરળતાથી ઉપલબ્ધ રહેતી હોય.
વસ્ત્રાલ
વસ્ત્રાલ શહેર આમ તો શહેરના હાર્દથી લગભગ 13 કિમી દૂર છે. પરંતુ ભાડાના ઘરો માટે સૌથી સસ્તા વિસ્તારોમાં પણ તે સામેલ છે. વસ્ત્રાલ એસપી રિંગ રોડ અને વડોદરા એક્સપ્રેસ હાઈવેથી નજીક હોવાના કારણે પણ માનીતો વિસ્તાર બની રહે છે. અહીં તમને સારી હોસ્પિટલો, શાળાઓ પણ મળી રહેશે. મેજિક બ્રિક્સના રિપોર્ટ મુજબ વસ્ત્રાલની લગભગ 41 ટકા ભાડાની સંપત્તિ 5000-10000 રૂપિયામાં ઉપલબ્ધ છે. જ્યારે 29 ટકા 15000 થી 20000 રૂપિયા માસિક પર મળી જાય. 2 બીએચકે તમને 7500 થી 25000 રૂપિયા અને 3 બીએચકે 5000 રૂપિયાથી 20000 રૂપિયા વચ્ચે મળી જાય.
ગોતા
ગોતા અમદાવાદનો ઝડપથી વિક્સિત થતો વિસ્તાર છે. મેજિક બ્રિક્સના એક રિપોર્ટ મુજબ ગોતામાં 17 ટકા ભાડાની મિલકતો 10000-15000 રૂપિયાની અંદર હોય છે. જ્યારે 47 ટકા સંપત્તિ 15000થી 20000 રૂપિયા વચ્ચે હોય છે. 2 બીએચકે 6000 થી લઈને 30000 રૂપિયા સુધી મળી જાય છે જ્યારે 3 બીએચકે 9500થી લઈને 50000 રૂપિયા સુધી મળે છે.
નિકોલ
નિકોલમાં પણ તમને ભાડે રહેવા માટે સસ્તા ઘર મળી રહે અને વિસ્તાર પણ ઝડપથી વિક્સી રહ્યો છે. અહીં મધ્યમ અને ઉચ્ચ મધ્યમવર્ગ બંને પ્રકારના લોકો માટે બજેટ ઘર મળી રહે. અમદાવાદના સૌથી સસ્તા વિસ્તારોમાંથી એક નિકોલ અનેક મંદિરો, શાનદાર જગ્યાઓ માટે જાણીતું છે. એસપી રિંગ રોડ પણ નજીક છે. અહીં પણ તમને સારી એવી શૈક્ષણિક સંસ્થાઓ મળી રહે છે. ભાડે ઘર લેવા હોય તો મેજિક બ્રિક્સના રિપોર્ટ મુજબ નિકોલમાં લગભગ 38 ટકા ભાડા પર અપાતી સંપત્તિઓના ભાડા 15000-20000 રૂપિયા વચ્ચે અને 13 ટકા સંપત્તિ 5000 રૂપિયાથી ઓછામાં ઉપલબ્ધ છે. 2 બીએચકે ભાડે લેવું હોય તો 5000 રૂપિયાથી 25000 રૂપિયા વચ્ચે અને 3 બીએચકે તમને 20000 રૂપિયા આસપાસ મળી જાય.
ચાંદખેડા
ચાંદખેડામાં પણ તમને બજેટમાં ભાડે ઘર મળી શકે છે. આ વિસ્તાર સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ નજીક છે. આ ઉપરાંત અહીં તમને સારી અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ, આઈટી કંપનીઓ, ઉદ્યોગો વગેરે પણ જોવા મળશે. મેજિક બ્રિક્સના રિપોર્ટ મુજબ ચાંદખેડામાં 34 ટકા જેટલી ભાડાની સંપત્તિ લગભગ 10,000 થી 15000 રૂપિયા વચ્ચે, જ્યારે અન્ય 34 ટકા 15000 રૂપિયાથી 20000 રૂપિયા વચ્ચે ભાડે મળી શકે છે. અહીં તમને 2 બીએચકે ઘર 7000-25000 રૂપિયા અને 3 બીએચકે ઘર 10000-55000 રૂપિયા વચ્ચે મળી શકે.
મોટેરા
શહેરના ઉત્તર પશ્ચિમમાં આવેલો આ વિસ્તાર પોતાના ક્રિકેટ સ્ટેડિયમ માટે પણ જાણીતો છે તથા ચાંદખેડાથી નજીક છે. આ વિસ્તારથી સાબરમતી નદી નજીક છે જો કે આ વિસ્તાર હજુ વિક્સિત થઈ રહ્યો છે. મોટેરા 135 રાજમાર્ગના માધ્યમથી સારી રીતે જોડાયેલો છે. અહીં તમને સારી એવી શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, મોલ પણ જોવા મળશે. મેજિક બ્રિક્સના રિપોર્ટ મુજબ મોટેરામાં ભાડે ઘર લેવું હોય તો 35 ટકા ભાડાની સંપત્તિઓ તમને 15000-20000 રૂપિયા વચ્ચે મળી જાય અને 22 ટકાની કિંમત 20000-25000 રૂપિયા વચ્ચે મળી રહે. 2 બીએચકે ઘર 11000-24000 રૂપિયા વચ્ચે જ્યારે 3 બીએચકે ઘર 6000-40000 રૂપિયા વચ્ચે મળી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જાણકારીઓ અને મીડિયા રિપોર્ટ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos