જો તમને આ 5 સાઈન દેખાય તો થઈ જજો સાવધાન! હોઈ શકે છે WhatsApp સ્કેમનો સંકેત
WhatsApp Scam: આજકાલ વોટ્સએપ એક પોપુલર એપ બની ગઈ છે. દુનિયાભરમાં કરોડો લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. કંપની પણ પોતાના યૂઝર્સ માટે સમયાંતરે નવા નવા ફીચર્સ લાવતી રહે છે, જે તેમના ઘણા કામ આવે છે. પરંતુ આ એપ હવે સ્કેમર્સથી બચી શકી નથી. સ્કેમર્સ ઘણા લોકોની સાથે ફ્રોડ કરવા માટે ઘણા પ્રકારના અખતરા અજમાવતા રહે છે. એટલા માટે વોટ્સએપ પર આવનાર મેસેજેથી થોડી સાવધાની રાખવી જરૂરી છે. અમે તમને વોટ્સએપ મારફતે થનાર સ્કેમ્સ કેવી રીતે થાય છે તેની માહિતી આપી રહ્યા છીએ. તેનાથી તમને મોટી મદદ મળશે.
અજાણ્યા નંબર
જો કોઈ અજાણ્યો નંબર તમને કોઈ અજીબ કે શંકાસ્પદ મેસેજ મોકલે છે તો સાવધાન થઈ જજો. સાથે જો કોઈ તમને સરળતાથી પૈસા કમાવવા કે કોઈ મોટી જીતની ઓફર આપે છે, તો પણ સાવધાન થઈ જજો. આ પણ એક સ્કેમ હોઈ શકે છે.
પર્સનલ ડિટેલ્સ માંગવી
વોટ્સએપ પર જો કોઈ વ્યક્તિ તમને તમારી પર્સનલ ડિટેલ્સ જેવી કે બેંક એકાઉન્ટ નંબર, ઓટીપી, પાસવર્ડ અથવા તો અન્ય જાણકારી માંગે છે તો સાવધાન થઈ જજો. કોઈને પણ કોઈ અજાણ્યાની સાથે પર્સનલ ડિટેલ્સ શેર ના કરો.
લિંક પર ક્લિક કરતા પહેલા સાવધાન
કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરતા પહેલા તેણે સારી રીતે તપાસ કરી લો. હોઈ શકે છે કે તે તમને કોઈ ખતરનાક વેબસાઈટ પર લઈ જાય. તેનાથી સ્કેમર્સ તમારા વોટ્સએપને હેક કરી શકે છે.
ગ્રામર અને સ્પેલિંગની ભૂલો
સ્કેમર્સ ઘણીવાર ઉતાવળમાં મેસેજ લખે છે, જેના કારણે તેમાં ગ્રામર અને સ્પેલિંગની ભૂલો હોઈ શકે છે. જો તમારા પાસે કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજ આવે તો તેમાં ગ્રામર અન સ્પેલિંગની ભૂલો પર ધ્યાન આપો.
સત્તાવાર વેબસાઈટ પર જાવ
જો તમને કોઈ કંપની યા સંગઠન તરફથી કોઈ મેસેજ મળે છે, તો તેની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને જાણકારીની પુષ્ટિ કરો. હોઈ શકે છે કે કોઈ સ્કેમર તમને કોઈ કંપનીનાનામ પર મેસેજ કરે અને તમે તેમની પકડમાં આવી જાવ.
Trending Photos