IND vs AUS: રાજકોટમાં ઓસ્ટ્રેલિયા અને ભારતીય ક્રિકેટ ટીમનું જોરદાર સ્વાગત, બુધવારે રમાશે ત્રીજી વનડે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ વનડે મેચ રાજકોટમાં રમાશે. આ મેચ માટે બંને ટીમો આજે રાજકોટ પહોંચી ચુકી છે. રાજકોટમાં હોટેલ પહોંચેલી બંને ટીમોનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. 
 

1/6
image

રાજકોટમાં હવે ત્રણ દિવસ ક્રિકેટ ફીવર જોવા મળવાનો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની અંતિમ વનડે રાજકોટમાં રમાશે. આ મેચ 27 સપ્ટેમ્બરે રમાશે. આજે બંને ટીમ રાજકોટ પહોંચી હતી. ભારતીય ટીમ સયાજી હોટલમાં રોકાશે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ફોર્ચ્યુન હોટલમાં રોકાશે. 

2/6
image

રાજકોટમાં વનડે મેચને લઈને જોરદાર તૈયારી કરવામાં આવી છે. હોટલોએ પણ ખેલાડીઓને આવકારવા માટે તૈયારીઓ કરી છે. ખેલાડીઓને કોઈ કચાસ ન રહે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. 

3/6
image

સયાજી હોટલમાં ટીમ ઈન્ડિયાને 70 જેટલા રૂમ ફાળવવામાં આવ્યા છે. ભારતીય ટીમ કોચ રાહુલ દ્રવિડ સાથે રાજકોટ પહોંચી છે. ખેલાડીઓ માટે વિવિધ ભોજન સહિત અનેક તૈયારીઓ કરવામાં આવી છે. 

4/6
image

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચને લઈને સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ફીવર છવાયો છે. રાજકોટમાં મેચ છે પરંતુ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાંથી લોકો આ મેચ જોવા આવવાના છે. 

5/6
image

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે સિરીઝની શરૂઆતી બે મેચ ટીમ ઈન્ડિયાએ જીતીને શ્રેણી કબજે કરી લીધી છે. હવે ત્રીજી અને અંતિમ મેચ માત્ર ઔપચારિક છે, પરંતુ ભારતીય ટીમ વર્લ્ડકપ પહેલા પોતાની તૈયારીને વધુ મજબૂત કરશે. 

6/6
image