Indian Railways: અમદાવાદ સહિત આ શહેરોના રેલવે સ્ટેશન એરપોર્ટને મારશે ટક્કર, તસવીરો જોઈને કહેશો વાહ

Indian Railways: ભારતીય રેલવે દેશભરમાં રેલવે નેટવર્કના વિકાસ માટે કામ કરી રહ્યું છે. દેશના ઘણા સ્ટેશનોનું અમૃત ભારત યોજના હેઠળ આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. આવો તમને તેમાંથી કેટલાક મુખ્ય સ્ટેશનોની પ્રસ્તાવિત ડિઝાઇનની તસવીરો દેખાડીએ..

નવી દિલ્હી રેલવે સ્ટેશન

1/7
image

કેન્દ્રએ જાહેરાત કરી હતી કે 4700 કરોડ રૂપિયાના ખર્ચથી નવી દિલ્હી રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે. રાષ્ટ્રીય રાજધાનીનું આ સ્ટેશન દરરોજ એવરેજ 3.6 મિલિયન યાત્રિકોને સંભાળે છે. 

બેંગલુરૂ છાવની રેલવે સ્ટેશન

2/7
image

બેંગલુરૂમાં ઘણી વિકાસ પરિયોજનાઓમાં બેંગલુરૂ છાવની રેલવે સ્ટેશનનો પુનર્વિકાસની યોજના છે. 480 કરોડના ખર્ચે સ્ટેશનની કાયાકલ્પ કરવામાં આવશે. 

મુંબઈ સીએસએમટી

3/7
image

રેલવે સ્ટેશનને વધુ આધુનિક અને અદ્યતન બનાવવા માટે છત્રપતિ શિવાજી ટર્મિનસનું પણ નવીનીકરણ કરવામાં આવશે. નોંધપાત્ર રીતે, આ વિકાસ રૂ. 18,000 કરોડનો છે.

અમદાવાદ જંક્શન રેલવે સ્ટેશન

4/7
image

સાબરમતી, મણિનગર, ચાંદલોડિયા અને અસારવા જેવા અન્ય સ્ટેશનોની સાથે અમદાવાદ જંકશન રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ એપ્રિલના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના છે.

ચેન્નઈ એગ્મોર રેલવે સ્ટેશન

5/7
image

ભારતીય રેલવેની દક્ષિણ રેલવે શાખાએ શહેરના બીજા સૌથી મોટા સ્ટેશનની ઓળખ કરી છે જેને આધુનિક સુવિધાઓ સાથે આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સમકક્ષ વિકસાવવામાં આવશે.

ઉદયપુર રેલવે સ્ટેશન

6/7
image

સરકારે ઉદયપુર રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે 354 કરોડ રૂપિયા મંજૂર કર્યાં છે. સ્ટેશનનું નવીનીકરણ પાંચ તબક્કામાં કરવામાં આવશે. આ કામ 3 વર્ષમાં પૂર્ણ થવાની આશા છે. 

વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન

7/7
image

વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન દરરોજ 15,000 મુસાફરોને હેન્ડલ કરી શકે તે માટે 446.41 કરોડ રૂપિયાના રોકાણ સાથે વિકસાવવામાં આવનાર છે.