International Women's Day: રેલવેએ મહિલાઓ માટે કરી ખાસ વ્યવસ્થા, રાજ્ય સરકારોએ પણ આપી અનેક ભેટ

મહિલાઓના સન્માનમાં દર વર્ષે 8 માર્ચનો દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

મહિલાઓના સન્માનમાં દર વર્ષે 8 માર્ચનો દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહિલા દિવસના અવસરે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મહિલાઓને અનેક ભેટ આપી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ભારતીય  પુરાતત્વ સર્વેક્ષણે મહિલાઓ માટે તાજમહેલ સહિત અને સંરક્ષિત સ્મારકોમાં એન્ટ્રી ફ્રી કરી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ સરકારે મહિલાઓને કોરોના વાયરસ રસી આપવાની ખાસ વ્યવસ્થા કરી છે. 

દિલ્હી પોલીસની ખાસ પહેલ

1/8
image

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે દિલ્હી પોલીસના મહિલા પોલીસકર્મીઓને દિલ્હીની કમાન સોંપવામાં આવી છે. દિલ્હી પોલીસના પીઆરઓ ચિન્મય બિસ્વાલના જણાવ્યાં મુજબ દિલ્હી પોલીસમાં મહિલા પોલીસકર્મીઓની સંખ્યા 11 હજાર છે. જેમાં મહિલા અધિકારીઓ અને અલગ અલગ વિભાગમાં તૈનાત મહિલા પોલીસકર્મી છે. પોલીસ સ્ટેશનોમાં કામ, ટ્રાફિકનું કામ અને પીસીઆરની કમાન મહિલા પોલીસકર્મીઓના હાથમાં રહેશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલા પોલીસકર્મીઓને સન્માન આપવા માટે દિલ્હી પોલીસે આ પહેલ કરી છે. જેમાં દિલ્હીના મોટાભાગના પોલીસ સ્ટેશનમાં ડ્યૂટી ઓફિસર મહિલા પોલીસકર્મીને બનાવવામાં આવશે અને સહાયતા માટે પુરુષ પોલીસકર્મીને રાખવામાં આવશે. 

મહિલાઓ માટે ખાસ રસીકરણ

2/8
image

આજના દિવસે ઉત્તર પ્રદેશમાં મહિલાઓ માટે કોરોના રસીકરણની ખાસ વ્યવસ્થા કરાઈ છે. યુપીના 75 જનપદોમાં 3-3 બૂથ પર ફક્ત મહિલાઓને રસી આપવામાં આવશે. એડિશનલ ચીફ સેક્રેટરી સ્વાસ્થ્ય અમિત મોહન પ્રસાદે જણાવ્યું કે જે મહિલાઓની ઉંમર 60 વર્ષથી વધુ અને 45 વર્ષથી વધુ ઉમરની બીમાર મહિલાઓને રસી આપવામાં આવશે. 

તાજમહેલ સહિત અનેક સ્મારકોમાં એન્ટ્રી ફ્રી

3/8
image

ભારતીય પૂરાતત્વ સર્વેક્ષણે આદેશ બહાર પાડીને કહ્યું છે કે આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષિત સ્મારકોમાં વિદેશી અને ભારતીય મહિલાઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે તાજમહેલ સહિત અન્ય સ્મારકોમાં વિનામૂલ્યે પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે. એએસઆઈ હેઠળ 3691 સ્મારકો આવે છે. 

રેલવેએ કરી ખાસ વ્યવસ્થા

4/8
image

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાનમાં રાખીને મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ રેલવે સ્ટેશનને ગુલાબી રોશનીથી સજાવવામાં આવ્યુ છે. સ્ટેશનની તસવીરો રેલવે મંત્રી પિયુષ ગોયલે શેર કરી છે. 

અન્ય સ્ટેશનોને પણ સજાવવામાં આવ્યા

5/8
image

સીએસટી ઉપરાંત દેશના અન્ય રેલવે સ્ટેશનોને પણ સજાવવામાં આવ્યા છે અને મહિલાઓને સમર્પિત કરાયા છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ચારબાગ રેલવે સ્ટેશન, પશ્ચિમ બંગાળનું આસનસોલ સ્ટેશન, ગુજરાતનું અમદાવાદ તથા વડોદરા રેલવે સ્ટેશન , આંધ્ર પ્રદેશનું ગુંતકલ રેલવે સ્ટેશન, કર્ણાટકનું હુબલી રેલવે સ્ટેશન, મધ્ય પ્રદેશનું મદન મહલ રેલવે સ્ટેશન અને હરિયાણાનું અંબાલા રેલવે સ્ટેશન સહિત અનેક સ્ટેશનોને ખાસ કરીને સજાવવામાં આવ્યા છે. મહિલા દિવસે પંડિત દિનદયાળ ઉપાધ્યાય મંડળ રેલ પ્રબંધક કાર્યાલયને પણ સુંદર રોશનીથી સજાવવામાં આવ્યું છે. 

યમુના એક્સપ્રેસ વે વિકાસ પ્રાધિકરણની ભેટ

6/8
image

યમુના એક્સપ્રેસ વે વિકાસ પ્રાધિકરણ દ્વારા આજના અવસરે મહિલા પોલીસ સ્ટેશનના નિર્માણ માટે 4 હજાર વર્ગ મીટર જમીન આપવામાં આવી છે. આ જમીન પર જલદી સ્ટેશન બનાવવામાં આવશે. આ સાથે જ મહિલાઓ માટે પિંક ટોયલેટ પણ બનાવવામાં આલવશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ પિંક ટોયલેટનો શિલાન્યાસ પણ કરાશે. 

રાજસ્થાનમાં ફ્રી બસસેવા

7/8
image

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાજસ્થાન રોડવેઝની બસોમાં મહિલાઓ ફ્રીમાં સફર કરી શકશે. મહિલાઓ ફ્રી મુસાફરીનો લાભ રવિવારે રાતે 12 વાગ્યાથી સોમવારે (8માર્ચ) રાતે 11.59 સુધી ઉઠાવી શકે છે. આ વાતની જાણકારી રાજસ્થાનના પરિવહન મંત્રી પ્રતાપ ખાચરિયાવાસે આપી હતી. 

તેલંગણામાં મહિલા કર્મચારીઓને રજા

8/8
image

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે તેલંગણા સરકારે તમામ મહિલા કર્મચારીઓને રજાની જાહેરાત કરી છે. આ અંગે મુખ્યમંત્રી કે.ચંદ્રશેખ રાવે એક આદેશ બહાર પાડ્યો છે. જેમાં આકસ્મિક રજા આપવાનો નિર્દેશ અપાયો છે.