IPL 2023 Rohit Sharma: રોહિતે રચ્યો ઈતિહાસ! IPLમાં આવું કારનામું કરનાર પહેલો ભારતીય ખેલાડી બન્યો

IPL 2023 Rohit Sharma: મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ આઈપીએલમાં ઈતિહાસ રચ્યો છે. તેણે આઈપીએલમાં એવું કારનામું કર્યું છે જે આ પહેલા કોઈ ભારતીય ખેલાડીએ કર્યું ન હતું. આ સાથે રોહિત શર્મા ક્રિસ ગેલ અને એબી ડી વિલિયર્સની ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે.


 

1/5
image

રોહિત શર્માએ તેની IPL કરિયરમાં 250 સિક્સર પૂરી કરી છે. રોહિત શર્મા IPL ઈતિહાસમાં 250 સિક્સર મારનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. રોહિત શર્મા પહેલા ક્રિસ ગેલ અને એબી ડી વિલિયર્સ આ કારનામું કરી ચુક્યા છે.

2/5
image

રોહિત શર્મા IPL ઈતિહાસમાં 250 સિક્સર મારનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ બની ગયો છે. રોહિત શર્મા પછી આ લિસ્ટમાં એમએસ ધોનીનું નામ છે, જેણે આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ 235 સિક્સર ફટકારી છે.

3/5
image

પંજાબ કિંગ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ શાનદાર ઈનિંગ રમી હતી. રોહિત શર્માએ 27 બોલમાં 44 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. જો કે, તેની ઇનિંગ ટીમ માટે કામ આવી ન હતી અને તેને 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

4/5
image

IPLના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ વિસ્ફોટક બેટ ક્રિસ ગેલના નામે છે. ક્રિસ ગેલે તેની IPL કરિયરમાં કુલ 357 સિક્સર ફટકારી છે.

5/5
image

એબી ડી વિલિયર્સ આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર મારનાર બીજા ખેલાડી છે. એબી ડી વિલિયર્સે તેની આઈપીએલ કારકિર્દીમાં કુલ 251 સિક્સર ફટકારી છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા આગામી મેચમાં એબી ડી વિલિયર્સને પાછળ છોડી શકે છે.