ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે BJP નેતા જીતુ વાઘાણીએ Photos શેર કરીને કર્યું મોટું આહ્વાન
ચોમાસાનું ગુજરાતમાં અને સમગ્ર દેશમાં આગમન થઈ ગયું છે. ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ આજે ભાવનગર ખાતે એક વાડીની મુલાકાત લઈને વાવણીની શરૂઆત અને ખેતરના ખેડાણ કરતા પહેલા સંપૂર્ણ વિધિ વિધાનપૂર્વક પૂજન કર્યું. તથા ઈશ્વરના ચરણોમાં ઉત્તમ પાક લણાય તેવી પ્રાર્થના પણ કરી. જીતુ વાઘાણીએ સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો પણ શેર કરી છે.
જીતુ વાઘાણીએ ખેડૂતોને કર્યું આહ્વાન
આ સાથે જીતુ વાઘાણીએ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં મીલેટ્સ માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે હું સૌ ખેડૂત ભાઈઓને મીલેટ્સના પાકનું વાવેતર વધુ કરવા આહ્વાન કરું છું અને આપણે સૌએ રોજબરોજના ભોજનમાં મીલેટ્સનો ઉપયોગ વધારવા આગ્રહ કરું છું. અત્રે જણાવવાનું કે પીએમ મોદી મિલેટ્સના ઉપયોગ પર ખુબ ભાર મૂકી રહ્યા છે. પીએમ મોદી તાજેતરમાં અમેરિકાના સ્ટેટ વિઝિટ પર ગયા હતા ત્યારે વ્હાઈટ હાઉસના સ્ટેટ ડિનરમાં પણ મિલેટ્સની વાનગીનો સમાવેશ થયો હતો. (તમામ તસવીરો- સાભાર જીતુ વાઘાણી ફેસબુક પેજ)
આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ
યુનાઈટેડ નેશન્સે ભારતના પ્રસ્તાવ અને પ્રયત્નો પછી જ 2023ને મિલેટ્સના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું છે. દેશમાં ફરી મિલેટ્સની માંગ વધી છે. તેનું એક મોટું કારણ સ્વાસ્થ્ય છે. તેના ઘણા ફાયદા છે. ન્યુટ્રિશનિસ્ટના મતે મિલેટ્સ ખાવાથી એનર્જી મળે છે. મિલેટ્સ એ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરે છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે. મિલેટ્સ ડાયાબિટીસને રોકવામાં પણ ઉપયોગી છે. મિલેટ્સમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પાચનક્રિયાને પણ સુધારે છે. જવનું પાણી પીવાથી વજન નિયંત્રણમાં રહે છે. જવને કિડનીના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.
બજારમાં મિલેટની ઘણી વેરાયટીઝ જેવી કે રાગી (ફિંગર મિલેટ), જુવાર (સોરઘમ મિલેટ), સામો (લિટલ મિલેટ), કોરા (ફોક્સટેઇલ મિલેટ) વગેરે મળે છે. એ જ રીતે બાજરો પણ મિલેટનું એક સ્વરૂપ છે. મિલેટમાં ભરપૂર ન્યુટ્રીઅન્ટ હોય છે. એમાં લગભગ 15% પ્રોટીન હોય છે. એ વિટામિન E, B કોમ્પ્લેક્સ, નિયાસિન, થાઇમીન અને રિબોફ્લાવિનનો સારો સૉર્સ છે. વધારામાં, મિલેટમાં મેથોનાઇન અને લેસિથિન જેવા જરૂરી એમિનો એસિડ્સ અને આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા ખનિજો પણ હોય છે. સૌથી અગત્યની વાત એ કે તેમાં ફાઈબર પુષ્કળ હોય છે જે બ્લડસુગરનું નિયંત્રણ કરે છે.
મિલેટ્સના ફાયદા જોઈએ તો મિલેટ્સ એન્ટીઑકિસડન્ટ પ્રવૃત્તિનું ઉચ્ચ સ્તર દર્શાવે છે. મિલેટ્સ એ કુદરતી રીતે ધાન્યના લોટમાં રહેલું ગ્લુટેન મુક્ત છે. મિલેટ્સના સેવનથી શરીરમાં ટ્રાઇગ્લિસરાઈડ્સ અને સી-રિએક્ટિવ પ્રોટીન ઘટે છે.
મિલેટ્સ એ પોલીફેનોલીક સંયોજનો ધરાવે છે, જે ડાયાબિટીસ પ્રકાર-૨ના સંચાલનમાં ફાયદો કરે છે. રાગીમાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ હોય છે જે ભૂખ ઓછી કરે છે અને વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
રાગી ઓસ્ટીયોપોરોસીસ જેવા રોગોને દૂર રાખે છે અને અસ્થિભંગનું જોખમ ઘટાડી શકે છે. રાગીના લોટમાં એવા પરિબળોની હાજરી છે જેના કારણે સ્ટાર્ચનું પાચન અને શોષણ ઘટે છે.
મિલેટ્સ આધારીત ખોરાક લેવાથી અનેક પ્રકારના અસાધ્ય રોગોથી છુટકારો મળે છે. વર્ષ ૨૦૨૩ને ઇન્ટરનેશનલ યર ઓફ મીલેટ તરીકે જાહેર કરતા કેટલાક રાજ્યોએ મીશન ઓન મીલેટ્સ ચાલુ કર્યુ છે.
ભારત સરકારે ઇન્ટરનેશનલ યર ઓફ મીલેટ – ૨૦૨૩ ઉજવવાનું નક્કી કર્યુ છે, જેથી ભારતીય મીલેટ્સની વાનગીઓ, મુલ્ય વર્ધીત ઉત્પાદનો વૈશ્વીક સ્તરે સ્વીકારવામાં આવે.
Trending Photos