તૈમુરને ઘરે મુકીને સૈફ સાથે ડિનર ડેટ પર નિકળી કરીના, સાથે જોવા મળ્યા સોહા-કુણાલ
પુત્રના જન્મ બાદ કરીના કપૂર ખાને ફિલ્મ 'વીરે દી વેડિંગ'થી બોલીવુડમાં ધમાકેદાર વાપસી કરી લીધી છે. તો બીજી તરફ તૈમૂરના પપ્પા સૈફ અલી ખાને પણ હાલમાં વેબ સીરીઝ 'સૈક્રેડ ગેમ્સ'થી ચર્ચામાં છે.
soha ali khan and kunal khemu Bollywood
પુત્રના જન્મ બાદ કરીના કપૂર ખાને ફિલ્મ 'વીરે દી વેડિંગ'થી બોલીવુડમાં ધમાકેદાર વાપસી કરી લીધી છે. તો બીજી તરફ તૈમૂરના પપ્પા સૈફ અલી ખાને પણ હાલમાં વેબ સીરીઝ 'સૈક્રેડ ગેમ્સ'થી ચર્ચામાં છે. આ દરમિયાન પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી ટાઇમ કાઢીને આ કૂલ કપલ બુધવારે રાત્રે ડિનર ડેટ એંજોય કરતું જોવા મળ્યું.
soha ali khan and kunal khemu
આ ડિનર ડેટમાં સૈફની બહેન સોહા અલી ખાન પણ પતિ કુણાલ ખેમૂ સાથે જોવા મળી. પરંતુ કમાલ વાત તો એ હતી કે સોશિયલ મીડિયા સેંશેન તૈમૂર અને તેમની નાની બહેન ઇનાયા ક્યાંય જોવા ન મળ્યા.
kareena kapoor and saif ali khan
સૈફનો લુક હજુ પણ 'સૈક્રેડ ગેમ્સ'માં ભજવેલા પાત્રવાળો હતો. તેમના લુકને જોઇને લાગે છે કે 'સૈક્રેડ ગેમ્સ'ના બીજા પાર્ટના લીધે સૈફે હજુ સુધી સેવ કરી નથી. ડિનર પાર્ટીમાં સોહા અલી ખાન- કુણાલ ખેમૂ રેડ એન્ડ બ્લેક ડ્રેસમાં જોવા મળ્યા.
kareena saif Spotted on dinner date with soha and kunal
થોડા દિવસો પહેલાં કરીના અને સૈફ પુત્ર તૈમૂરની સાથે ફેમિલી હોલીડે પર લંડન ગયા હતા. તમને જણાવી દઇએ કે હાલ કરીના કપૂર લોંગ હોલીડે બાદ મુંબઇ પરત ફરી છે. કરીના કપૂર હાલ ટાઇમ સ્પેંડ કરી રહી છે. હાલમાં તેની પાસે શું પ્રોજેક્ટ છે તેનો ખુલાસો થયો નથી. પરંતુ થોડા દિવસો પહેલાં કરીનાને મહબૂબ સ્ટૂડિયોની બહાર સ્પોર્ત કરવામાં આવી હતી.
kareena kapoor and saif ali khan on dinner date
તો બીજી તરફ સોહાના પતિ અને એક્ટર કુણાલ ખેમૂ ટૂંક સમયમાં કરણ જોહરની ફિલ્મ 'કલંક'માં જોવા મળશે. તમને જણાવી દઇએ કે કુણાલ-સોહા હાલમાં પોતાની પુત્રી ઇનાયાના ઉછેરમાં વ્યસ્ત છે.
kareena saif Spotted on dinner date
તમને જણાવી દઇએ કે તાજ હોટલમાં ચાલી રહેલા India Couture Week ના બીજા દિવસે કરીના કપૂર ખાન ડિઝાઇનર ફાલ્ગુની શેન પીકોકના શોની સ્ટોપર બની હતી. કરીના કપૂરે ડિઝાઇનર ફાલ્ગુની શેન પીકોકે સુંદર ગોલ્ડન લેંઘામાં રેપવોક કર્યું. આ લેંઘાની ખાસ વાત એ હતી કે તેનું વજન 30 કિલો હતું.
soha ali khan and kunal khemu dinner date
કરીના ફૂલ સ્લીવ બ્લાઉઝ, A લાઇન લેંઘો અને ફેદર લેસ દુપટ્ટામાં ખૂબ ટનિંગ લાગી રહી હતી. ક્રિસ્ટલ વર્કથી ભરેલો આ લેંઘો રાજસ્થાનના જૂનાગઢ પેલેસથી ઇંસ્પાયર્ડ હતો. કરીનાએ પોતે જણાવ્યું કે તેમના માટે આ લેંઘાને સાચવવો આસાન ન હતો. (ફોટો સાભાર: Yohen Shah)
Trending Photos