નીતા કે મુકેશ અંબાણી નહીં....આ છે રિલાયન્સના સૌથી મોટા 'બોસ'! કંપનીમાં સૌથી મોટા ભાગીદાર, નામ પર કરોડોની સંપત્તિ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નમાં અંબાણી પરિવારે દિલ ખોલીને પૈસા ખર્ચ્યા છે. મુકેશ અંબાણી દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ છે પરંતુ શું તમે જાણો છો કે અંબાણી પરિવારમાં કોની પાસે સૌથી વધુ રિલાયન્સના શેર છે, કોણ રિલાયન્સના સૌભી મોટા ભાગીદાર છે?

અંબાણી પરિવાર

1/6
image

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં અંબાણી પરિવાર ખજાનો ખોલી નાખ્યો. અઠવાડિયાથી અંબાણી પરિવારમાં લગ્નનું ફંક્શન ચાલે છે. દેશ અને દુનિયાની જાણીતી હસ્તીઓ અનંત અંબાણીના લગ્નમાં મુંબઈ પહોંચી. આ લગ્ન સદીના સૌથી મોંઘા લગ્ન બની ગયા. મીડિયા રિપોર્ટ્સ મુજબ અનંત અને રાધિકાના લગ્નમાં અંબાણી પરિવારે 5000 કરોડથી વધુનો ખર્ચો કર્યો. લગ્ન પર આટલો બધો ખર્ચો કરનારા અંબાણી અબજોની સંપત્તિના માલિક છે. મુકેશ અંબાણી દુનિયાભરમાં અબજપતિઓની યાદીમાં 11માં નંબરે છે. 

મુકેશ અંબાણીની સંપત્તિ

2/6
image

122 અબજ ડોલરની સંપત્તિ ધરાવતા મુકેશ અંબાણીના પરિવારમાં સૌથી અમીર કોણ છે. કોની પાસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સૌથી વધુ શેર છે? જો તમે વિચારતા હોવ કે મુકેશ કે નીતા અંબાણી કે પછી અંબાણી પરિવારના બાળકો રિલાયન્સમાં સૌથી મોટા શેરહોલ્ડર્સ હશે તો તમારો અંદાજો ખોટો છે. આ બધામાંથી કોી પણ રિલાયન્સમાં સૌથી મોટા શેર હોલ્ડર નથી. 

કોની પાસે છે રિલાયન્સની સૌથી વધુ શેર હોલ્ડિંગ

3/6
image

તમને જાણીને નવાઈ લાગશે કે રિલાયન્સના સૌથી વધુ શેર મુકેશ અંબાણી, નીતા અંબાણી કે પછી તેમના ત્રણ બાળકો કે વહુઓ પાસે નથી. મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણી એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સૌથી મોટા ઈન્ડિવિજ્યુઅલ શેર હોલ્ડર છે. કંપનીમાં તેમની ભાગીદારી 0.24 ટકાની છે. તેમની પાસે રિલાયન્સના 1,57,41,322 શેર છે. 

કોણ છે કોકિલાબેન અંબાણી

4/6
image

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણીના પત્ની કોકિલાબેન અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સૌથી મોટા શેર હોલ્ડર છે. વર્ષ 1955માં તેમના લગ્ન ધીરુભાઈ અંબાણી સાથે થયા હતા. લગ્ન બાદ જ્યારે ધીરુભાઈ અંબાણી કારોબારને મોટો કરવામાં દિવસ રાત લાગ્યા હતા ત્યારે કોકિલાબેન ઘરની જવાબદારીઓ સંભાળતા હતા. પુત્ર મુકેશ અને અનિલ અંબાણી, પુત્રીઓ નીના અને દિપ્તી અંબાણીનો ઉછેર કર્યો. પરંપરાગત પોષાકમાં જોવા મળતા કોકિલાબેન પહેલીવર મુંબઈ શહેર જોયું હતું. પરંતુ પતિને વેપારમાં સપોર્ટ કરવામાં ક્યારેય ચૂક્યા નહતા. આજે તેઓ રિલાયન્સના સૌથી મોટા શેરધારક છે. 

રિલાયન્સના અસલ માલિક?

5/6
image

FII અને પબ્લિક શેરધારકો પાસે 49.61 ટકા ઈક્વિટી છે. જ્યારે મુકેશ અંબાણીની કંપનીમાં ઈન્ડિવિજ્યુઅલ શેર હોલ્ડિંગ ફક્ત 0.12 ટકા, લગભગ 75 લાખ શેર છે. જ્યારે નીતા અંબાણી પાસે પણ કંપનીમાં ઈન્ડિવિજ્યુઅલ શેર હોલ્ડિંગ 0.12% નું છે. મુકેશ અને નીતા અંબાણીના ત્રણ બાળકો આકાશ, અનંત અને ઈશા અંબાણી પાસે 0.12 ટકા શેર છે. જ્યારે RIL માં સૌથી મોટા ઈન્ડિવિજ્યુઅલ શેર હોલ્ડિંગ કોકિલાબેન અંબાણી પાસે છે જેઓ 0.24 ટકા ભાગીદારી ધરાવે છે. અંબાણી પરિવાર પાસે રિલાયન્સની 50.39 ટકા  ભાગીદારી છે. 

કોકિલાબેન પાસે કેટલી સંપત્તિ

6/6
image

મુકેશ અને નીતા અંબાણીની સાથે તેમના ત્રણેય બાળકો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બોર્ડનો ભાગ છે. જ્યારે કોકિલાબેન કંપનીના મેનેજમેન્ટમાં સીધી રીતે જોડાયેલા હનથી. તેમની સંપત્તિની વાત કરીએ તો કોકિલાબેનની કુલ સંપત્તિ લગભગ 18,000 કરોડ રૂપિયા છે. કરોડોના માલિકણ કોકિલાબેન સાદગી ભર્યું જીવન જીવે છે. કોકિલાબેન પાસે રિલાયન્સના 1,57,41,322 શેર છે. આ શેર તેમને રિલાયન્સના સૌથી મોટા વ્યક્તિગત શેરધારક બનાવે છે.