ઉનાળામાં આ રાયતા જમાવશે તમારા રસોડામાં રંગત, જાણી લો બનાવવાની રીત
નવી દિલ્લીઃ ઉનાળાની કાળજાળ ગરમીમાં શાક ખાવાની ઈચ્છા નથી થતી. પણ એના ઓપ્શનમાં તમે સરસ મજાનું શાનદાર રાયતું ખાઈ શકો છો. એના માટે તમારે શું કરવું કેટલાં પ્રકારના રાયતા બની સકે છે એ બધી વિધિ જાણો અહીં...અલગ અલગ ફોટોની સ્ટાઈડ સાથે અલગ અલગ રાયતાની રેસિપી મળી જશે.
કેરી અને ફુદીનાનું રાયતું
દહીંમાં જીરું પાઉડર નાંખીને એમાં બારીક કાપેલી કેરીના ટુકડા નાંખો. પછી તેમાં ફુદીનાના પત્તા નાંખો. થોડીવાર ફ્રીજમાં રાખ્યા બાદ ખાઓ.
ટામેટા-ડુંગળીનું રાયતું
એક વાટકી દહીંને ફેટીને તેમાં જીરુા પાઉડર નાંખો, કાળુ મીઠું એટલેકે, સંચળ નાંખો. (સીંધા લૂણ નાંખો). સાદુ મીઠું નાંખો. ટામેટા અને ડુંગળી નાંખો.
મિક્સ વેજ રાયતું
મિક્સ વેજ રાયતુ બનાવવા માટે એક વાટકીમાં દહીં લઈને તેને ફેટી દો. પછી એમાં જીરું નાંખો, કાળું મીઠું નાંખો, બારીક કાપેલા લીલા મરચા નાંખો, કોથમીર નાંખો, ગાજર નાંખો, ખીરા કાકડી નાંખો, ટામેટાં નાંખો. હવે તેથી ખાઈ શકો છો.
દાડમ અને દ્રાક્ષનું રાયતું
આ રાયતું બનાવવા માટે એક વાટકીમાં દહીં લઈને તેેને હલાવો. પછી તેમાં કાળું મીઠું નાંખો. થોડો ચાટ મસાલો નાખો. હવે તેની અંદર દ્રાક્ષ અને દાડમના દાણા નાંખીને તેની થોડીવાર ફ્રિજમાં રાખ્યાં બાદ ખાઓ.
બીટનું રાયતું
બીટને ક્રશ કરીને તેને સોફ્ટ થાય ત્યાં સુધી ગરમ પાણીમાં ઉકાળો. તેમાં થોડું મીઠું, હળદર, ચાટ મસાલો, જીરું, લીલા મરચા નાંખો.
Trending Photos