વર્ષો બાદ મકર સંક્રાંતિ પર બનશે આ ગજબનો સંયોગ, 3 રાશિવાળાને અકલ્પનીય લાભ થશે, છપ્પરફાડ ધનલાભના પ્રબળ યોગ
મકરસંક્રાંતિથી 3 રાશિવાળા માટે સૂખનો સૂરજ ઉગશે. જાણો આ 3 લકી રાશિઓ વિશે અને તેમને શું ફાયદો થઈ શકે છે.....
નવા વર્ષનો પ્રથમ મહિનો એટલે જાન્યુઆરીની શરૂઆત થઈ ગઈ છે. આવામાં હિન્દુ ધર્મમાં તહેવારોની શરૂઆત મકરસંક્રાંતિથી થાય છે. જેને ઉત્તરાયણ પણ કહે છે. મકર સંક્રાંતિ ગ્રહોના રાજા સૂર્યદેવના કુંભમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરવા પર ઉજવવામાં આવે છે. પંચાંગ મુજબ આ વર્ષે સૂર્યદેવ 14 જાન્યુઆરી 2025ના રોજ કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. આવામાં મકર સંક્રાંતિનો તહેવાર હોવાની સાથે સાથે 19 વર્ષ બાદ અનેક અદભૂત સંયોગ બની રહ્યા છે. જેમાં પુષ્ય નક્ષત્ર યોગ પણ સામેલ છે. આ યોગ 3 રાશિના જાતકો માટે કોઈ શુભ અવસરથી કમ નથી. આ સંયોગમાં આ રાશિના જાતકોના શુભ સમયની શરૂઆત થઈ જશે. દરેક કામ થતા જશે. જાણો વિગતવાર માહિતી...
કર્ક રાશિ
સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવાથી 19 વર્ષ બાદ મકર સંક્રાંતિ પર દુર્લભ યોગ બની રહ્યા છે. તે કર્ક રાશિના જાતકો માટે શુભકારી છે. આ સમય દરમિયાન કર્ક રાશિના જાતકોને ધન દૌલતમાં વધારા સાથે જ કરિયરમાં પણ પ્રગતિના યોગ બનશે. નોકરીથી લઈને વેપારમાં પ્રગતિ થશે. દાંપત્ય જીવનમાં સુખ શાંતિ આવશે. ઘણા સમયથી અટકેલા કામો આપોઆપ થવા લાગશે તેવા યોગ છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે મકર સંક્રાંતિ બાદનો સમય ખુબ શુભ રહેશે. ઘરમાં માંગલિક કાર્યોની શરૂઆત થશે. આવકના નવા નવા સોર્સ ઊભા થશે. પૈસાની બચત કરવામાં સફળતા મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. કોઈ જૂની સમસ્યા અને રોગથી છૂટકારો મળી શકે છે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે સંક્રાંતિ ખુબ જ ફળદાયી સાબિત થશે. આ દિવસે બનનારા પુષ્ય નક્ષત્ર યોગથી મીન રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે. નોકરીથી લઈને વેપારમાં લાગેલા લોકોને ધનલાભ થશે. નોકરીયાત જાતકોને પ્રમોશન કે ઈન્ફ્રીમેન્ટ મળી શકે છે. આ સિવાય વેપારમાં ડબલ નફો થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત થઈ શકે છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos