Drugs Case માં આરોપી છૂટી ગયા તો પોલીસ અધિકારીને પોતાના પર જ ચડ્યો ગુસ્સો, કર્યું આ કામ
વૃંદા સ્ટેટ નારકોટિક્સ એન્ડ અફેર્સ ઓફ બોર્ડર બ્યુરો (NAB)ના પહેલા અધિકારી હતા, જેમને વર્ષ 2018માં વીરતા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
ઈમ્ફાલ: મણિપુરની એક મહિલા પોલીસ અધિકારીએ ડ્રગ્સ કેસમાં આરોપીઓ છૂટી ગયા બાદ પોતાના વીરતા મેડલ પાછા આપી દીધા છે. મણિપુરના એએસપી થૌના ઓઝમ વૃંદા (Thounaojam Brinda) ડ્રગ્સ કેસમાં કોર્ટના આદેશ બાદ પોતાના મેડલ પરત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે કોર્ટે આ મામલે તપાસ અને પ્રોસિક્યુશનને અસંતોષજનક માન્યા છે. તે પોતાના પદક પાછા આપી રહી છે. વૃંદાએ શુક્રવારે પોતાના મુખ્યમંત્રી વીરતા મેડલ પાછા આપી દીધા. વૃંદા સ્ટેટ નારકોટિક્સ એન્ડ અફેર્સ ઓફ બોર્ડર બ્યુરો (NAB)ના પહેલા અધિકારી હતા, જેમને વર્ષ 2018માં વીરતા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
ભાજપના પૂર્વ એડીસી ચેરમેન વિરુદ્ધ લાગ્યા હતા આરોપ
વૃંદાએ મેડલ પાછા આપતા મુખ્યમંત્રી એન બીરેન સિંહને પત્ર લખ્યો અને તેમાં કોર્ટના આદેશને મેડલ પાછા આપવાનું કારણ જણાવ્યું. ડ્રગ્સ કેસમાં ભાજપના પૂર્વ એડીસી ચેરમેન અને અન્ય 6 લોકો સામે આરોપ લાગ્યા હતા.
તપાસને અસંતોષજનક માનતા આરોપમુક્ત કરાયા
પોલીસ અધિકારીને ડ્રગ્સ કેસમાં તપાસ માટે જ આ મેડલ અપાયા હતા. કોર્ટે ડ્રગ્સ કેસમાં તપાસને અસંતોષજનક ગણતા તમામ આરોપીઓને આરોપમુક્ત કર્યા.
ડ્રગ્સ વિરુદ્ધ લડતમાં મહત્વનું યોગદાન
વૃંદાને ડ્રગ્સ વિરુદ્ધ લડતમાં મહત્વના યોગદાન માટે 13 ઓગસ્ટ 2018ના રોજ મુખ્યમંત્રી પોલીસ પદકથી સન્માનિત કરાયા હતા. લામફેલની એનડીપીએસ કોર્ટે ભાજપના પૂર્વ સ્વાયત્ત જિલ્લા પરિષદ એડીસીના અધ્યક્ષ લુખોશી જો અને છ અન્ય લોકોને તમામ આરોપોમાં મુક્ત કર્યા. તેમની પાસેથી ભારે માત્રામાં ડ્રગ્સ મળ્યું હતું. જૂન 2018માં વૃંદા NABમાં ASPના પદે હતા. તેમણે પશ્ચિમ ઈમ્ફાલમાં Lhukosei Zou ના ઘર પર દરોડો માર્યો હતો અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ કેસમાં 20 જૂનના રોજ તેમણે Lhukosei Zou સહિત 6 લોકોની ધરપકડ કરી હતી.
હું પોતાને આ સન્માનને લાયક સમજતી નથી
વૃંદાએ પોતાના પત્રમાં લખ્યું કે 'મને નૈતિક રીતે એ મહેસૂસ થયું કે મેં દેશની અપરાધિક ન્યાય પ્રણાલી મુજબ મારી ડ્યૂટી નીભાવી નથી. આથી મારી જાતને સન્માનને લાયક સમજતી નથી અને રાજ્યના ગૃહ વિભાગને મેડલ પરત કરી રહી છું. જેથી કરીને વધુ યોગ્ય અને વફાદાર પોલીસ અધિકારીને આ મેડલ મળી શકે.'
Trending Photos