Matka Water Side Effects: નુકસાન પહોંચાડી શકે છે મટકાનું પાણી! આ 4 વાતોનું રાખો ધ્યાન

Side Effects Of Matka Water: ગરમીમાં મટકાનું પાણી પીવાનું ચલણ વધી જાય છે. કારણ કે તે પાણીને પ્રાકૃતિક રીતે ઠંડુ રાખે છે અને સ્વાસ્થ્ય માટે પણ સારૂ હોય છે. પરંતુ કેટલીક બેદરકારીને લીધે તેનાથી નુકસાન (Matke Ke Pani Ke Nukasan)ના ખતરા પણ વધી જાય છે. જાણે તે 4 વાત જે તમારૂ સ્વાસ્થ્ય ખરાબ થવાથી રોકી શકે છે. 

1/8
image

પાણીને કુદરતી રીતે ઠંડુ રાખતા મટકા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે કોઈ આવું વિચારતું નથી. જો કે, કેટલીક બેદરકારીને કારણે જ આવું થાય છે. તો ચાલો જાણીએ કે તેના ફાયદા શું છે અને આપણે તેના ગેરફાયદાથી કેવી રીતે બચી શકીએ.

થઈ શકે છે આ બીમારી

2/8
image

લાંબા સમય સુધી મટકામાં પાણી ભરી રાખવું બીમારીનું કારણ બની શકે છે. આમ કરવાથી ગરમીમાં ગંદા પાણીથી થનારી બીમારી (ટાઇફોઇડ અને કોલેરા) નો ખતરો વધી જાય છે.

 

 

3/8
image

મટકામાં લાંબા સમય સુધી પાણી રાખવાથી ડાયરિયા અને પેટમાં ઈન્ફેક્શન થઈ શકે છે. તેવામાં આ બીમારીથી બચવા માટે તમારે કેટલીક વાતનું ધ્યાન રાખવું પડશે. 

 

 

ધ્યાનમાં રાખો આ 4 વાતો

4/8
image

- દરરોજ મટકાને સાફ કરી નવું પાણી ભરો

- મટકાને હંમેશા ઢાંકીને રાખો

- મટકામાં હાથ નાખીને પાણી ક્યારેય ન કાઢો

- મટકામાં લપેટવામાં આવેલા કપડાને દરરોજ સાફ કરો

થાય છે ઘણા ફાયદા

5/8
image

શરીરને ઠંડક આપવા ઉપરાંત વાસણમાં રહેલું પાણી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓમાં પણ મદદ કરે છે. માટીના વાસણોમાં પાણીમાંથી ગંદકી અને ઝેર પણ દૂર થાય છે. તે વોટર પ્યુરીફાયરની જેમ કામ કરે છે.

6/8
image

મટકાના પાણીના ફાયદાનું લિસ્ટ

- પેટની સફાઈ કરે છે.

- પાચનને સારૂ બનાવવામાં મદદ કરે છે.

- શરીરમાં ઇલેક્ટ્રોનાઇટની કમીને દૂર કરવામાં મદદ કરે છે. 

 

 

7/8
image

આ પણ છે ફાયદા

- મટકાના પાણીથી ગળામાં ખરાબી જેવી સમસ્યા થતી નથી

-  ઇમ્યુનિટી મજબૂત થાય છે

- બ્લડ પ્રેશર પણ નિયંત્રિત રહે છે

- તમારી ત્વચા માટે પણ ખુબ ફાયદાકારક છે. 

 

 

8/8
image

Disclaimer: સલાહ સહિત આ લેખ સામગ્રી સામાન્ય જાણકારી પ્રદાન કરે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સના આધાર પર આ લખવામાં આવ્યું છે. તેના ફાયદા અને નુકસાનને લઈને ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી)