Mauni Amavasya 2025: મૌની અમાસ અને ત્રિવેણી યોગ 5 રાશિઓને ન્યાલ કરી દેશે, આ લોકો પર થશે ધનવર્ષા, અટકેલા કામ પુરા થશે
Mauni Amavasya 2025: આ વર્ષે મૌની અમાવસ્યા 29 જાન્યુઆરી અને બુધવારે આવશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે મૌની અમાવસ્યા પછી ત્રિવેણી યોગનો અદભુત સંયોગ બનવા જઈ રહ્યો છે. મૌની અમાવસ્યાના દિવસે મકર રાશિમાં સૂર્ય, ચંદ્ર અને બુધ એક સાથે હશે. આ દિવસે ગુરુ પણ વૃષભ રાશિમાં બિરાજમાન હશે. તેના કારણે આ સંયોગનો પ્રભાવ લોકો પર સૌથી વધુ પડશે. ખાસ કરીને કેટલીક રાશિ માટે આ યોગ અત્યંત શુભ માનવામાં આવે છે.
વૃષભ રાશિ
મૌની અમાવસ્યા વૃષભ રાશિ માટે શુભ છેસ આ દિવસે છે જે ત્રિવેણી યોગ બનવાનો છે તેનો શુભ પ્રભાવ આર્થિક સ્થિતિ પર પડશે. માનસિક ચિંતાથી છુટકારો મળશે અને ધન લાભના પણ પ્રબળ યોગ સર્જાઈ શકે છે.
કર્ક રાશિ
મૌની અમાવસ્યા પર જે યોગ બનવાનો છે તે કર્ક રાશિના લોકોને ખાસ ફાયદો કરાવશે.. નવા કામની શરૂઆત કરવા માટે સારો સમય. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. આવકમાં વધારો થશે
કન્યા રાશિ
કન્યા રાશિ માટે પણ મૌની અમાવસ્યા અત્યંત શુભ માનવામાં આવે છે. કાર્ય સ્થળ પર પ્રભાવ વધશે. અટકેલા કામ પુરા થશે. વેપારમાં આર્થિક લાભ થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે.
તુલા રાશિ
તુલા રાશિ માટે પણ ત્રિવેણી યોગ ખાસ રહેશે. કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગ મળશે. વેપારની દ્રષ્ટિએ સારો સમય. સંપત્તિથી લાભ થશે. કારોબારમાં આર્થિક સ્થિતિ સુધરશે. જીવનસાથીનો સહયોગ મળશે.
મકર રાશિ
મૌની અમાવસ્યા પર મકર રાશિનો ભાગ્યોદય થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની પ્રબળ સંભાવના. કાર્યસ્થળ પર સહકર્મીઓનો સાથ મળશે. ધાર્મિક યાત્રા થઈ શકે છે. જમીન મકાન સંબંધિત કામમાં ફાયદો થશે. યાત્રાથી ધન લાભ થવાની સંભાવના.
Trending Photos