Star Kids Names: આલિયાથી લઈ બિપાશા સુધીના સ્ટાર બાળકોના નામનો શું થાય છે અર્થ, જાણીને નવાઈ લાગશે!

From Alia Ranbir To Virat Anushka: આ વર્ષે ઘણા બોલિવુડ સિતારાઓના ઘરમાં એક નવા અને નાના મહેમાનનું સ્વાગત થયું છે. એવામાં 6 નવેમ્બરે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પોતાની પુત્રીનું નામ 'રાહા' (Raha) રાખ્યું છે. આ નામ દાદી નીતૂ કપૂરે પસંદ કર્યું છે. રાહાનો મતલબ છે 'દિવ્ય પથ'. સ્વાહિલીમાં આ નામનો મતલબ 'આનંદ', સંસ્કૃતમાં 'કબીલા', બાંગ્લામાં 'આરામ અને અરબીમાં 'ખુશી' અને 'આઝાદી' છે. 

સોનમ-આનંદે રાખ્યું આ નામ

1/4
image

સોનમ કપૂર અને આનંદ આહૂજાએ પોતાના પુત્રનું નામ વાયુ કપૂર આહૂજા રાખ્યું છે. વાયુ પંચતત્વોમાંથી એક છે. વાયુ શ્વાસના દેવતા છે અને વાયુથી જ પ્રાણ છે. કપલે જણાવ્યું કે વાયુને વીર, બહાદૂર અને સુંદર કહેવામાં આવે છે.

નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા

2/4
image

જાન્યુઆરી 2022માં નિક જોનાસ અને પ્રિયંકા ચોપડાએ પોતાના ઘરમાં એક પુત્રીનું સ્વાગત કર્યું. કપલે સરોગેસીથી થયેલી આ નન્હી પરીનું નામ 'માલતી મૈરી ચોપડા' રાખ્યું. તમને જણાવી દઈએ કે માલતી પ્રિયંકાની મા મધુ ચોપડાના નામ મધુમાલતીનો એક ભાગ છે. તેની સાથે મેરી નિકની માતાનું મિડલ નામ પણ છે. સંસ્કૃતમાં માલતી (Malti Marie Chopra)નો મતલબ છે 'છોટા સુગંધિત ફૂલ' અથવા તો 'ચાંદની'..

બિપાશા-કરણે રાખ્યું આ નામ

3/4
image

જ્યારે 12 નવેમ્બરે બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરે પોતાની પુત્રીનું સ્વાગત કર્યું, જેનું નામ 'દેવી બસુ સિંહ ગ્રોવર' રાખ્યું હતું. પુત્રીનું નામને લઈને બન્ને જણાંએ કહ્યું કે, માતાનો પ્રેમ અને આશીર્વાદ જે દિવ્ય છે.

વિરાટ અનુષ્કાની પુત્રી વામિકાનો મતલબ

4/4
image

અનુષ્કા અને વિરાટે ગત વર્ષે જાન્યુઆરીમાં પુત્રી વામિકાનું સ્વાગત કર્યું. તમને જણાવી દઈએ કે વામિકા નામ દેવી દુર્ગાનું એક વિશેષણ છે. જેવી રીતે દરેક માતા-પિતા પોતાના બાળકનું નામ વિચારી-સમજીને રાખે છે, સેલિબ્રિટીઝે પણ એવી જ રીતે પોતાના બાળકોના નામની પસંદગી કરી છે. તમામ સેલેબ્સના બાળકોના નામ યુનીક છે.