Men's Fashion: પુરૂષોને તેમના સ્કિન ટોન અનુસાર પહેરવા જોઈએ કપડા, દરેક જગ્યાએ થશે પ્રશંસા
દરેક લોકોએ તેમના સ્કિન ટોન (Skin Tone)ના હિસાબથી કપડાની પસંદગી કરવી જોઇએ. આજે અમે તમને જણાવીશું કે કયા કલરની સ્કિનવાળા પુરૂષને કેવા રંગના કપડા પહેરવા જોઇએ
નવી દિલ્હી: મહિલા હોય કે પછી પુરૂષ, તેમની પર્સનાલિટીને લઇને તમામ ઘણા સજાગ રહે છે. પોતાને આકર્ષક દેખાડવા માટે લોકો ઘણી મહેનત પણ કરે છે. તેના માટે તેઓ જીમ પણ જતા હોય છે અને કપડાની પસંદગી પણ ખુબજ સાવધાનીથી કરે છે. દરેક લોકોએ તેમના સ્કિન ટોન (Skin Tone)ના હિસાબથી કપડાની પસંદગી કરવી જોઇએ. તમારી સ્કિન ટોનને સમજી તે પ્રમાણે કપડાં પહેરવાથી તમારું વ્યક્તિત્વ વધશે.
ગૌવર્ણ રંગના પુરૂષ પહેરે આ રંગના કપડા
ભારતમાં સામાન્ય રીતે પુરુષોનો સ્કિન ટોન ગૌવર્ણ હોય છે. જો આ સ્કિન ટોનના પુરુષો યોગ્ય રંગના કપડા પહેરે તો તેમનું વ્યક્તિત્વ ઉભરી આવે છે. ગૌવર્ણ રંગના માણસોએ ગ્રીન, નેવી બ્લૂ, બ્લેક, મધ્યમ લાઇટ ગ્રીન, બ્રાઉન, ઓરેન્જ, ખાકી રંગના કપડા પહેરવો જોઈએ. તેઓએ સફેદ કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. આ સ્કિન ટોનવાળા પુરૂષો પર ગોલ્ડન કલર પણ સારો લાગે છે.
શ્યામ રંગના પુરૂષો પર સારા લાગે છે આ રંગના કપડા
શ્યામ રંગના પુરુષો માટે ક્રીમ રંગ શ્રેષ્ઠ છે. આ સિવાય કાળી ત્વચાવાળા પુરુષો માટે મરૂન, ગ્રે, લાઇટ રેડ કલર પણ સારા છે. લાઇટ બ્લુ, પિંક અને ઓરેન્જ જેવા રંગો પણ આ સ્કિન ટોનવાળા પુરુષો પર સારા લાગે છે. તેની સાથે જ તેનું વ્યક્તિત્વ મસ્ત અને સ્માર્ટ બને છે. ગૌવર્ણ અને શ્યામ, બંને રંગના પુરુષો ગ્રીન અને પીળા રંગથી દૂર રહેવું જોઈએ. આ રંગો તેમની ત્વચાની સ્વર સાથે મેળ ખાતા નથી.
સફેદ રંગના પુરૂષોએ પહેરવા જોઈએ આ રંગના કપડા
જો તમારો રંગ સફદ છે તો તમારે આ ગેરસમજ હેઠળ ન હોવું જોઈએ કે બધા રંગો તમારા પર સાર લાગશે. સફેદ રંગના પુરૂષોને પણ કાળજીપૂર્વક કપડાં પસંદ કરવા જોઈએ. સફેદ રંગના પુરૂષો પર ગ્રીન, બ્લૂ, પર્પલ અને પિંક કલરના કપડા ઘણા સારા લાગે છે, ત્યારે ડાર્ક કલર્સમાં રેડ, બ્લૂ પણ તેમના પર ખૂબ સારા લાગે છે. પ્યોર વ્હાઇટને તમે થોડો અવોઇડ કરો તો વધારે સારું રહેશે.
Trending Photos