સરકારે બદલ્યો Bike પર પાછળ બેસનારાઓના નિયમ, આ Safety Rulesનું પાલન નહી કરનાર પર

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય (Ministry of Road Transport and Highways)એ દેશમાં વધતા જતા રોડ અકસ્માતને ધ્યાનમાં રાખતાં બાઇક ચલાવવાથી માંડીને ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 

સરકારે બાઇક સવારો (Bike Riders)ને રોડ અકસ્માતથી બચાવવા માટે ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને રોડ પરિવહન તથા હાઇવે મંત્રાલયે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. તેમાં બાઇક ચલાવનારની સાથે-સાથે પાછળ બેસનારને પણ કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે. સેફ્ટીને ધ્યાનમાં રાખીને આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને તેનું પાલન ન કરતાં ફાઇન ભરવો પડી શકે છે. તો ચાલો જણાવીએ ડ પરિવહન તથા હાઇવે મંત્રાલયની નવી યોજનાની નવી ગાઇડલાઇન... 

પાછળ બેસનાર માટે નિયમ

1/6
image

બાઇક સવારો  (Bike Riders) માટે જાહેર કરવામાં આવી નવી ગાઇડલાઇન અનુસાર બાઇક પાછળની સીટના બંને તરફ હેલ્ડ હોલ્ડ જરૂરી છે., જેને પાછળ બેસનાર સવારીની સેફ્તી માટે અનિવાર્ય કરવામાં આવ્યા છે. 

પાછળ બેસનાર માટે પાયદાન જરૂરી

2/6
image

બાઇકની પાછળ બેસનાર માટે બંને તરફ પાયદાન અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત બાઇકના પાછળના પૈડાની જમણો ભાગ ઓછામાં ઓછો અડધો સુરક્ષિત રીતે કવર થવો જોઇએ. જેથી પાછળ બેસનારના કપડાં પૈડામાં આવે. 

કંટેનરને લઇને નવા દિશાનિર્દેશ

3/6
image

બાઇકમાં કોઇ કંટેનર લગાવવાને લઇને પણ દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. તેના હેઠળ કંટેનરની લંબાઇ 550 mm, પહોળાઇ 510 mm અને ઉંચાઇ 500 mmથી વધુ ન હોવી ન જોઇએ. 

એવામાં ફક્ત ડ્રાઇવરને બેસવાની મંજૂરી

4/6
image

જો કંટેનરની પાછળની સીટ પર લગાવવામાં આવે છે તો બાઇક પર ફક્ત ડ્રાઇવરને જ બેસવાની મંજૂરી થશે. 

ટાયરને લઇને આ છે ગાઇડલાઇન

5/6
image

મંત્રાલય દ્વારા બાઇકના ટાયરને લઇને પણ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. તેના હેઠળ વધુમાં વધુ 3.5 ટન વજનવાળા વાહનો માટે ટાયર પ્રેશ મોનિટરિંગ સિસ્ટમની સલાહ આપવામાં આવી છે. 

પ્રેશર મોનિટરિંગ સિસ્ટમનો ફાયદો

6/6
image

પ્રેશર મોનિટરિંગ સિસ્ટમમાં સેન્સર દ્વારા ડ્રાઇવરને આ જાણકારી મળી જાય છે કે ગાડીના ટાયરમાં હવાની સ્થિતિ શું છે.