24 કલાક મોબાઈલ લઈને ફરો છો, તો કેટલું ઘાતક છે સોશિયલ મીડિયા તે પણ જાણી લો

Surat Girl Suicide In Mobile Addiction : સુરતમાં સોશિયલ મીડિયાની લતમાં યુવતીનો ગયો જીવ... સતત સોશિયલ મીડિયા વાપરતી યુવતી બની ગઈ માનસિક બીમાર... મોબાઈલની લતના કારણે યુવતીએ ફાંસો ખાઈ ટુંકાવી લીધું જીવન... ત્યારે સોશિયલ મીડિયાનુ વળગણ માણસને કેટલુ ઘાતકી નીવડી શકે છે તે જોઈએ. 

1/17
image

સતત મોબાઈલમાં રચ્યા-પચ્યા રહેતા અને મોબાઈલના આદિ બની ચૂકેલા લોકો માટે સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મોબાઈલની લતના કારણે માનસિક રીતે અસ્વસ્થ 20 વર્ષીય યુવતીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

2/17
image

આજના ટેક્નિકલ યુગમાં મોબાઈલ એક એવી વસ્તુ છે, જેના વિના લોકોને જરાય ચાલતું નથી. પરંતુ આ વસ્તુ પણ એક મર્યાદા સુધી ઉપયોગ કરવાની રહેતી હોય છે. જે ક્યારેક આપણા શરીર અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને નાની ઉમરના બાળકોથી લઈ યુવાઓના મોબાઈલનું ઘેલું ઘર કરી ગયું છે. જ્યાં સતત મોબાઈલમાં રચ્યા-પચ્યા રહેતા અને મોબાઈલના આદિ બની ચૂકેલ આજની યંગસ્ટર્સ પેઢી માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. 

3/17
image

મળતી માહિતી અનુસાર, સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલ મોટી છીપવાડમાં રહેતા નરેન્દ્રભાઈ રાણાની 20 વર્ષીય દીકરીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.પરિવારના જણાવ્યાનુસાર,20 વર્ષીય વિશાખા ઘણા સમયથી મોબાઈલની આદિ બની ગઈ હતી.જ્યાં મોબાઈલમાં ગૂગલ પર ફેસ એક્સસાઈઝ કરી રહી હતી.જે દરમ્યાન તેણીનું મોઢું વળી જતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ ગયા ગયા હતા.જ્યાં તેણીની સારવાર ચાલી રહી હતી.

4/17
image

પરંતુ તેણીના સ્વાસ્થ્યમાં કોઈ સુધાર નહિ આવતા છેલ્લા બે માસથી માનસિક વિભાગના તબીબ પાસે તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.જ્યાં માનસિક ની દવા પણ તેણીની ચાલી રહી હતી.છેલ્લા એક માસથી તેણી પાસેથી મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યો હતો.જ્યાં ગત રોજ કારખાનેથી આવ્યા વાળ તેણીએ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

5/17
image

સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલ મોટી છીપવાડ ખાતે રહેતા અને જરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાણા પરિવારની 20 વર્ષીય દીકરીએ મોબાઈલ લતના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી યુવતીના અણધાર્યા પગલાં ને લઈ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.સુરતમાં સામે આવેલ આ કિસ્સો, મોબાઈલમાં સતત વ્યસ્ત રહેતા અને મોબાઇલની લતના આદિ બની ચૂકેલા લોકો માટે પણ ઘાતક સમાન સાબિત થઈ શકે છે.જે લોકોએ પણ હમણાંથી ચેતી જવાની જરૂર છે અન્યથા તબીબની સારવાર લેવાની જરૂર છે

6/17
image

સુરતની અઠવા પોલીસે યુવતીના આપઘાત કેસ મામલે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.પોલીસે આપઘાત કેસમાં પરિવારજનોના નીવેદન નોંધવાની પણ તજવીજ હાથ ધરી છે.  

કેટલું ઘાતક છે સોશિયલ મીડિયા?

7/17
image

વધુ પડતો ઉપયોગ મગજ પર કરે છે સીધી અસર. મગજ પર અસર થતાં વ્યક્તિ ડિપ્રેશનમાં જતો રહે છે. મેન્ટલી હેલ્થ વધારે ખરાબ થાય છે. એગ્જાઈટી, ડિપ્રેશનની સાથે ડિસઓડર્સનો બનો છો શિકાર

કેટલું ઘાતક છે સોશિયલ મીડિયા?

8/17
image

યુવકોની સરખામણીએ યુવતીઓ પર થાય છે વધુ ખરાબ અસર. વધુ પડતા ઉપયોગથી યાદશક્તિ ઘટી જાય છે. કોઈ પણ વસ્તુ વારંવાર ભૂલી જાય છે વ્યક્તિ. ઈમોશન કનેક્શન ખતમ થઈ જતાં સંબંધો બગડી જાય છે. પુરતી ઊંઘ ન મળતી શરીરમાં થાય છે મોટું નુકસાન. આંખો અને હાર્ટ પર પણ થાય છે ખરાબ અસર  

ભારતમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ

9/17
image

ભારતીય યૂઝર્સ રોજ એવરેજ 7.3 કલાક વાપરે છે સોશિયલ મીડિયા. એક ભારતીય પાસે એવરેજ 11.4 સોશિયલ મીડિયા એકાઉન્ટ. ભારતમાં 75.50 કરોડથી વધુ લોકો વાપરે છે સોશિયલ મીડિયા 

કયા કયા દેશોમાં છે સોશિયલ મીડિયા વ્યસન!

10/17
image

અમેરિકનો રોજ એવરેજ 7.1 કલાક વાપરે છે સોશિયલ મીડિયા. ચીનના યૂઝર્સ રોજ એવરેજ 5.3 કલાક વાપરે છે સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા એપ્સ પર વિશ્વમાં સૌથી વધારે ભારતીયો છે. અમેરિકા-બ્રિટનમાં એક વ્યક્તિ પાસે 7 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે. 

11/17
image

12/17
image

13/17
image

14/17
image

15/17
image

16/17
image

17/17
image