ગુજરાતના આ જિલ્લામાં જળપ્રલયથી જનજીવન અસ્તવ્યસ્ત! જુઓ પૂરના પ્રકોપની તસવીરો
Havy Rainfall in Valsad: દક્ષિણ ગુજરાતના વલસાડ અને તેના ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદના કારણે મુશ્કેલી વધી છે. ઔરંગા નદીમાં સતત પાણીની આવક થતા તેનું જળસ્તર સતત વધી રહ્યું છે. ઔરંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને તેનો ભોગ નદી કિનારાની આસપાસ વસેલા વિસ્તાર અને ગામો બની રહ્યા છે. ઔરંગા નદીના પાણી ફરી વળતા બંદર રોડ સહિતના રસ્તાઓ બંધ થઈ ગયા છે. તો બીજી તરફ ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવતા ભાગડા ખુર્દ ગામ સંપર્ક વિહોણું થયું છે..તો વલસાડ અને 40 ગામોને જોડતા બ્રિજ પર ઔરંગા નદીના પાણીમાં ડૂબ્યો છે..આ સાથે વલસાડના મોગરવાડી અંડરપાસને પાણી ભરાઈ ગયા.. જેમાંથી પસાર થવા જતા સુરતનો એક કાર ચાલક ફસાયો હતો. જેનું સ્થાનિકોએ રેસ્ક્યૂ કર્યું હતું.
વલસાડ અને નવસારી જિલ્લામાં પુરની સ્થિતિ, ઉપરવાસમાં વરસાદના કારણે જિલ્લામાં પુરની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાયા.
વલસાડ : જિલ્લામાં અતિભારે વરસાદ ને લઇ જિલ્લા. વહીવટી એ લીધો નિર્ણય, વલસાડ જિલ્લા ની તમામ શાળા, કોલેજો, ITI, આંગળવાડી ઓ ને બંધ રાખવા આદેશ, જિલ્લા વિકાસ અધિકારી એ X પર આપી માહિતી, સોશિયલ મીડીયા મારફતે વલસાડ વહીવટી તંત્ર એ આપી લોકો ને જાણકારી, વલસાડ જિલ્લા માં ભારે વરસાદ ને લેવાયો નિર્ણય.
ગુજરાતમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આવતીકાલે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં આવતીકાલે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી, બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, ઓફશૉર ટ્રફ અને લો પ્રેસર સક્રિય થતા વરસાદની આગાહી, ગુજરાતમાં 66.35 ટકા વરસાદ નોંધાયો
Trending Photos