અંબાલાલની કડક ચેતવણી : ગુજરાતમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ આવી રહ્યો છે

Ambalal Patel RainForecast : ગુજરાતમાં ફરીથી અચાનક ઠંડી વધી ગઈ છે. 6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. તો રાજકોટ અને જામનગરમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે, રાજ્યનાં હવામાનમાં હજી મોટો પલટો આવવાનો છે. કેટલાક શહેરોમાં છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે તેવી અંબાલાલ પટેલની આગાહી છે. તેમણે ચેતવણી આપી કે, જાન્યુઆરીનાં અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે હવામાનમાં ફેરફારો થશે. 

જાન્યુઆરીના અંતમાં બદલાશે વાતાવરણ

1/4
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જાન્યુઆરીના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે હવામાનમાં પલ્ટો આવશે. તેમજ 30 જાન્યુઆરી સુધીમાં વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળશે તેમજ માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે. કમોસમી વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.  

અંબાલાલ પટેલની નવી ભવિષ્યવાણી

2/4
image

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ઠંડી લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં 27 જાન્યુઆરી સુધી સવારના ભાગોમાં રહેવાની શક્યતાઓ છે. 28 જાન્યુઆરીથી મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો આવી શકે છે. 28 મી જાન્યુઆરીએ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં આવશે. 30 અને 31 જાન્યુઆરી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતાઓ છે. જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવનના તોફાનો થશે અને કમોસમી વરસાદ, કરા પડવા અને ક્યાંક મેઘ ગર્જના થાય તેવી શક્યતા છે.  તેમણે વધુમાં કહ્યું કે, ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં, બંગાળ ઉપ સાગર અને અરબી સમુદ્રના ભેજ સજાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગોમાં કમોસમી વરસાદ આવવાની શક્યતાઓ છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ અથવા ઝાપટા પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ આવશે. જોકે, લા-નીનોની અસર બાબતમાં કેટલાક તજજ્ઞોના મનમાં અવઢવ છે. તેની અસરના કારણે બંગાળ ઉપસાગર સર્કિય રહેશે અને 15 ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં પલટા આવશે.

અમદાવાદમાં આવશે વરસાદ

3/4
image

આગામી સપ્તાહમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. અમદાવાદમાં આગામી 3 અને 4 ફેબ્રુઆરીના રોજ વરસાદની આગાહી છે. ગુજરાતમાં વધુ એકવાર કમોસમી સંકટ આવી રહ્યું છે. ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે અને માવઠું આવશે. ત્યારે ફરી એકવાર વરસાદી સંકટથી ચેતીને રહેજો.

શું છે નવી આગાહી

4/4
image

હવામાન નિષ્ણાતો જણાવી રહ્યાં છે કે, 30 જાન્યુઆરીથી માવઠાનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. જેમાં 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી ઠંડીનો પારો 10 ડિગ્રી ગગડે તેવી શક્યતા છે. એટુલં જ નહિ, વરસાદની પણ આગાહી છે. 3 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યમાં ઠંડા પવનો પણ ફૂંકાશે. ઠંડીનો ચમકારો જોવા મળશે. આ દિવસોમાં પવનની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.