આ છે સૌથી ખૂંખાર અને ખતરનાક ફિલ્મ, પાણી જેમ વહાવ્યું છે 300 લીટર લોહી; એક્ટરે ગુજરાતમાં કર્યો છે અભ્યાસ

Most Violent Movie: ક્યારેક બોલિવૂડ તો ક્યારેક હોલિવૂડ અને ક્યારેક સાઉથની ફિલ્મો રોજ રિલીઝ થાય છે. કેટલીક ફિલ્મો એવી હોય છે જેની ખૂબ ચર્ચા થાય છે અને દરેકના દિલમાં વસી જાય છે. આવી જ એક સાઉથની ફિલ્મ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ. સાઉથની આ ફિલ્મ ખૂન-ખરાબાના કારણે ખૂબ જ ચર્ચામાં આવી હતી. આ ફિલ્મ વર્ષ 2024માં આવી હતી અને તેમાં લગભગ 300 લીટર લોહી વહ્યું હતું. હવે આ ફિલ્મ OTT પર આવી રહી છે. ચાલો જાણીએ ફિલ્મનું નામ.

ફિલ્મના કલેક્શન અને એક્શનની ખૂબ જ ચર્ચામાં

1/6
image

ગત વર્ષે એટલે કે, 2024માં ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ અને તેની ખૂબ ચર્ચા થઈ. જેમાં સ્ત્રી 2, પુષ્પા 2 થી કલ્કીનો સમાવેશ થાય છે. વર્ષ પસાર થવા સાથે સાઉથ ઈન્ડસ્ટ્રીએ એક એવી ફિલ્મ આપી છે, જેનું કલેક્શન અને એક્શન ખૂબ ચર્ચામાં રહ્યું. આ ફિલ્મ જોવા માટે ફેન્સ પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે તે OTT પ્લેટફોર્મ પર તરત જ રિલીઝ થાય. છેવટે, હવે આ ફિલ્મ OTT પર પણ સ્ટ્રીમ થવા જઈ રહી છે.

ફિલ્મ 'માર્કો'

2/6
image

અમે વાત કરી રહ્યા છીએ ફિલ્મ 'માર્કો'ની. આ ફિલ્મ વર્ષ 2024માં રિલીઝ થઈ હતી અને વર્ષની સૌથી લોહિયાળ ફિલ્મોમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં એટલી બધી હિંસા છે કે એનીમલ અને કિલ જેવી ફિલ્મો પણ તેની સામે ફેલ છે. આ સાથે તમને આ ફિલ્મમાં ઘણી બધી એક્શન અને ડ્રામા જોવા મળશે. માર્કો ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કર્યું છે.

પાણીની જેમ વહ્યું 300 લીટર લોહી

3/6
image

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ માર્કોમાં લીડ રોલ પ્લે કરનાર એક્ટર ઉન્ની મુકુંદને કહ્યું હતું કે, આ ફિલ્મમાં હિંસા માટે 300 લીટર લોહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમની આંખોની રોશની પણ ગુમાવી શકતો હતો. આ ફિલ્મમાં રોલ નિભાવવા માટે એક્ટરે ખૂબ જ મહેનત કરી અને આખરે તેની મહેનત રંહ પણ લાવી.

આ દિવસે OTT પર થશે સ્ટ્રીમ

4/6
image

'માર્કો' હવે OTT પ્લેટફોર્મ Sony Liv પર રિલીઝ થવા જઈ રહી છે. આ અંગે ટીટી પ્લેટફોર્મે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માહિતી આપી છે. માર્કોનું પોસ્ટર રિલીઝ કર્યા પછી સોની લિવએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું કે, મલયાલમ સિનેમાની સૌથી મોટી એક્શન થ્રિલર તમારી સામે આવી રહી છે! માર્કો સાથે રોમાંચના ચરમ પર પહોંચવા માટે તૈયાર રહો, 14મી ફેબ્રુઆરીના રોજ SonyLIV પર સ્ટ્રીમિંગ થશે.

દેશની સૌથી હિંસક ફિલ્મ

5/6
image

ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં ઉન્ની મુકુંદને જણાવ્યું હતું કે, ફિલ્મ 'માર્કો'ને બનાવવા માટે લગભગ 250-300 લીટર લોહી વહાવવામાં આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, કોઈપણ ફિલ્મમાં લોહી બતાવવા માટે એક કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જે ખાંડમાંથી બને છે અને આ રસાયણ પણ ઘણું નુકસાનકારક હોય છે. તેમણે વધુમાં કહ્યું કે, હું ઘણી મુશ્કેલીમાં હતો. મારી આંખોમાંથી લોહી નીકળતું હોય તેવા દ્રશ્યોમાં પણ આ કેમિકલનો ઉપયોગ મારી આંખોમાં પણ કરવામાં આવ્યો છે. આના કારણે ખૂબ જ બળતરા અને દુખાવો પણ થતો હતો. જ્યારે ડોક્ટરને બતાવવા માટે ગયો ત્યારે ડોક્ટરે કહ્યું કે, તમારી આંખોને નુકસાન થઈ શકે છે અને દ્રષ્ટિ પણ  ગુમાવી શકતો હતો.

ડિસેમ્બરમાં થઈ હતી રિલીઝ

6/6
image

નોંધનીય છે કે, આ મલયાલમ ફિલ્મે વર્ષ 2024માં સૌથી વધુ કમાણી કરી હતી. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થઈ હતી અને 18 દિવસમાં 90 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. જો તમે પણ માર્કો ફિલ્મ જોવા માંગો છો, તો તમે તેને OTT પ્લેટફોર્મ Sony Liv પર જોઈ શકો છો. માર્કો મૂવી 14 ફેબ્રુઆરી 2025 ના રોજ સોની લિવ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે.