આ પ્લાનમાં મળે છે Swiggy નું ફ્રી સબ્સક્રિપ્શન! આ છે 'મુકેશ કાકા'નો સુપરહિટ કેશબેક પ્લાન

Reliance Jio Recharge Plan: દેશની સૌથી અમીર વ્યક્તિ અને બિઝનેસમેન Mukesh Ambani એ થોડાક સમય પહેલા ટેલીકોમ કંપની રિલાયંસ જિયોના ટેરિફ પ્લાન્સની કિંમતો વધારી દીધી હતી. વધારો બાદ મુકેશ અંબાણી જિયો યૂઝર્સ એકથી એક ચઢીયાતી ગીફ્ટ આપી રહ્યા છે કારણ કે તેઓ જિયો છોડીને ના જાય. કંપનીએ એક એવો પ્લાન રજૂ કર્યો છે, જેનો ફાયદો જાણીને તમે હેરાન થઈ જશો. તેમાં કંપની યૂઝર્સને રિચાર્જ કરવા પર કેશબેક પણ આપી રહ્યું છે અને સાથે Swiggy નું ફ્રી સબ્સક્રિપ્શન પણ... આવો તમને તેના વિશે જણાવીએ.

Swiggy સબ્સ્ક્રિપ્શન

1/5
image

Swiggy એક ફૂડ ડિલિવરી એપ છે, જેના દ્વારા તમે ઘરે બેસીને ફૂડ ઓર્ડર કરી શકો છો અને ફૂડ તમારા ઇચ્છિત લોકેશન પર પહોંચાડવામાં આવશે. Jioનો આ પ્લાન તમને Swiggy One Lite નું ત્રણ મહિનાનું ફ્રી સબસ્ક્રિપ્શન આપે છે, જે તમને ઘણા ફાયદા આપે છે.

સબ્સ્ક્રિપ્શનના ફાયદા

2/5
image

આ સાથે તમને 149 રૂપિયાથી વધુના ઓર્ડર પર 10 ફ્રી હોમ ડિલિવરી મળે છે. 199 રૂપિયાથી વધુના ઇન્સ્ટામાર્ટ ઓર્ડર પર 10 ફ્રી હોમ ડિલિવરીનો લાભ મળે છે. Genieની ડિલીવરી પર તમને 10 ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે. તેના સિવાય પણ તમને ઘણા અને બેનિફિટ્સ મળે છે.

વેલિડિટી અને 5G ઈન્ટરનેટ

3/5
image

Jioનો આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં યુઝરને દરરોજ 2 જીબી હાઇ સ્પીડ ડેટા મળે છે. એટલે કે યુઝરને કુલ 168 જીબી ડેટા મળે છે. ઉપરાંત, જો તમારું 5G નેટવર્ક ઉપલબ્ધ છે અને તમે 5G ફોનનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમે 5G ઇન્ટરનેટનો લાભ પણ લઈ શકો છો.

અનલિમિટેડ કૉલિંગ

4/5
image

આ પ્લાનમાં Jio યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આનો અર્થ એ છે કે તમે 84 દિવસ સુધી કોઈપણ નેટવર્ક પર ગમે તેટલા કૉલ્સ કરી શકશો. આ સિવાય તમને દરરોજ 100 SMS મોકલવાની સુવિધા પણ મળે છે.

યૂઝર્સને ફાયદો

5/5
image

Swiggy ઉપરાંત Jio યૂઝર્સને આ પ્લાનમાં Jio TV, Jio Cinema અને Jio Cloudનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. Jioના આ પ્લાનની કિંમત 1028 રૂપિયા છે અને કંપની આ પ્લાનને રિચાર્જ કરવા પર યુઝરને 50 રૂપિયાનું કેશબેક પણ આપે છે.