PHOTOS: મુંબઈની ટીમે ખુલી બસમાં મનાવ્યો જશ્ન, રોડ પર ફેન્સ સાથે ઉજવણી કરતા જોવા મળ્યા ખેલાડી
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે હૈદરાબાદથી પરત મુંબઈ પહોંચવા પર ફેન્સની સાથે જીતની ઉજવણી કરી હતી.
મુંબઈઃ મુંબઈ ઈન્ડિયન્સે રવિવારે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં પોતાની ટક્કર વિરોધી ચેન્નઈ સુપર કિંગ્સને અંતિમ ઓવરમાં એક રનથી હરાવીને ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનનું ટાઇટલ પોતાના નામે કર્હુયં હતું. રેકોર્ડ ચોથી વખત આઈપીએલનું ટાઇટલ પોતાના નામે કરનારી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે હૈદરાબાદથી પરત મુંબઈ પહોંચતા ફેન્સ સાથે ઉજવણી કરી હતી. ટીમ સોમવારે સાંજે પરત મુંબઈ પહોંચવા પર એંટીલિયાથી ખુલી બસમાં પેડર રોડ અને મરીન ડ્રાઇવ થતાં નરીમન પોઈન્ટ સ્થિત હોટલ ટ્રાઇડેંટ સુધી ગઈ હતી. ટીમની માલિક નીતા અંબાણી પણ પોતાના પુત્ર આકાશની સાથે આ જશ્નમાં સામેલ થયા હતા. આગળની સ્લાઇડ્સમાં જુઓ સ્ટોરી અને તસ્વીરો...
ટીમના ખેલાડીઓએ આશરે છ કિલોમીટર સુધી સરઘસ કાઢીને જીતનો જશ્ન બનાવ્યો અને આ દરમિયાન તે દર્શકોને હાથ મિલાવતા જોવા મળ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સે રવિવારે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સને એક રનથી હરાવીને આઈપીએલ-12ની ટ્રોફી કબજે કરી હતી.
ચેન્નઈના બોલરોએ મુંબઈને 20 ઓવરોમાં 8 વિકેટના નુકસાન પર 149 રને રોકી દીધું હતું. પરંતુ ત્યારબાદ તે નિર્ધારિત 20 ઓવરોમાં સાત વિકેટના નુકસાને 149 રન બનાવી શકી હતી.
ચેન્નઈ માટે શેન વોટસને 59 બોલમાં 80 રન ફટકાર્યા હતા.
જીત હાસિલ કર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા ભાવુક થઈ ગયો અને ડ્રેસિંગ રૂમમાં વાત કરતા ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયો.
તમામ પ્રકારનો અવાજો ડ્રેસિંગ રૂમમાં શાંત થઈ રહ્યાં હતા અને વિજેતા હોવાની અનુભૂતિ રોહિતના દિલમાં ઘર કરી ગઈ હતી ત્યારે આ કેપ્ટને 20 માર્ચ 2018ને યાદ કર્યું જ્યારે દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ)એ ફિરોઝ શાહ કોટલા મેદાન પર મુંબઈને સફર પૂરી કરી હતી કારણ કે દિલ્હીના હાથે થયેલી હારને કારણે મુંબઈ ગત સિઝનમાં પ્લેઓફમાં ક્વોલિફાય ન થઈ શકી હતી.
આ ટીમ રવિવારે બધાના આકર્ષણનું કેન્દ્ર રહી. પ્રથમ આ ટીમની ક્ષમતા પર બધા શંકા કરી રહ્યાં હતા, પરંતુ કેપ્ટને પોતાની ટીમનો સાથ આપ્યો. મુશ્કેલ સમયમાં કેપ્ટને આપેલા સમર્થનથી ખેલાડીઓનો વિશ્વાસ વધ્યો અને ટીમે ચોથી વખત ટાઇટલ જીત્યું.
Trending Photos