Mumbai Attack 15 Years see the pics: મુંબઈ પરના આતંકી હુમલાની એ સમયની તસવીરો, જોઈને આજે પણ લાગે છે ડર
નવી દિલ્લીઃ મુંબઈ પરના આતંકી હુમલાની આજે પંદરમી વરસી છે. એ ઘટનાને આજે પંદર વર્ષ થઈ ચુક્યા છે. ત્યારે આ ગોજારી ઘટનાના આટલા વર્ષો બાદ પણ એ સમયની તસવીરો જોઈને મન દ્રવી ઉઠે છે. એ સમયે કેવો માહોલ હતો, મુંબઈ અને ખાસ કરીને મુંબઈની હોટલ તાજ, ઓબોરોય અને હોટેલ ટ્રાયડેન્ટમાં શું સ્થિતિ હતી એ આ તસવીરો બખુબી બયાન કરે છે. એ સમયની સ્થિતિ, ડર અને દહેશત આજે પણ આ તસવીરોમાં અકબંધ છે. જુઓ એ સમયની દિલ કંપાવી દે તેવી તસવીરો...
મુંબઈ પરના આતંકી હુમલાની એ સમયની તસવીરો જોઈને આજે પણ મન વિચલિત થઈ જાય છે.
મુંબઈની હોટલ તાજને આતંકીઓએ ટાર્ગેટ બનાવી હતી. અને આ હોટલમાં આતંકીઓએ અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતાં.
મુંબઈ પરના આતંકી હુમલામાં એક માત્ર આતંકી કસાબ મુંબઈ પોલીસના હાથે જીવતો પકડાયો હતો. જ્યારે બાકીના તમામ આતંકીઓ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સાથેના એન્કાઉન્ટમાં માર્યા ગયા હતાં.
Trending Photos