દિલ્હી: મજૂરોને ઘરે પરત મોકલતા પહેલા સામે આવી મોટી બેદરાકરી, જુઓ Photos
વેસ્ટ વિનોદ નગરના રાજકીય સર્વોદય કન્યા વિદ્યાલય ઉપરાંત દિલ્હીની કેટલીક અન્ય સ્કૂલોમાં પણ આ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના વેસ્ટ વિનોદ નગરમાં આજે સવારેથી જ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. વેસ્ટ વિનોદ નગરના રાજકીય સર્વોદય કન્યા વિદ્યાલય ઉપરાંત દિલ્હીની કેટલીક અન્ય સ્કૂલોમાં પણ આ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.
મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને બેઠા
દિલ્હીના વેસ્ટ વિનોદ નગરમાં આજે સવારથી જ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. પોલીસના હાજર હોવા છતાં આ લોકોને વ્યવસ્થિત બેસાડવાની સગવળ કરવામાં આવી નથી. ખતરનાક રીતે લોકો એક બીજા પાસે એકઠા થઈને બેઠા છે.
સ્ક્રીનિંગ કરાવવા માટે પહોંચ્યા મજૂરો
મજૂરોનું કહેવું છે કે, તેમને દિલ્હીથી બહાર જવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આજે સવારે 8 વાગ્યાથી અહીં તેમનું સ્ક્રીનિંગ કરવામાં આવવાનું હતું. ત્યારબાદ બીજા દિવસે તેમને ટ્રેનથી તેમના રાજ્યમાં મોકલવામાં આવશે.
સવારથી જ એક સ્કૂલની બહાર મોટી ભીડ
દિલ્હીના વેસ્ટ વિનોદ નગરના રાજકીય સર્વોદય કન્યા વિદ્યાલય ઉપરાંત દિલ્હીની કેટલીક અન્ય સ્કૂલોમાં પણ આ સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે. પરંતુ મોટી સંખ્યામાં મજૂરો સવારથી જ એક સ્કૂલની બહાર ભેગા થયા છે.
નેશનલ હાઇવે પર મજૂરોની લાંબી લાઈન
હેવ હાલાત એવા થઈ ગયા છે કે મજૂરોની લાઈન સ્કૂલથી લઇને NH-24 પર ઘણી દૂર સુધી લાગી છે. સ્કૂલની બહાર લોકોના ટોળા એકઠા થયા છે.
સ્ક્રીનિંગ દરમિયાન થઈ રહી છે મોટી બેદરકારી
બાળકો, વૃદ્ધો અને મહિલાઓ રસ્તા પર જ કેટલાક કલાકોથી તડકામાં બેઠેલા જોવા મળ્યા. એટલું જ નહીં સ્કલૂની અંદરની તસવીર પણ જુદી નથી. અંદર પણ આ લોકોના સ્ક્રીનિંગ માટે પાસે પાસે બેઠેલા જોવા મળ્યા હતા. જ્યાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે, સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં આવી રહ્યું નથી.
રહેણાંક વિસ્તારોમાં સંક્રમણ ફેલાવવાનો ખતરો
દેશની રાજધાનીના એક રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની બેદરકારી જોખમ ભરી છે. તેનાથી સંક્રમણ ફેલાવવાનો ખતરો થઈ શકે છે.
Trending Photos