China નો ખેલ! દર અઠવાડિયે પેદા કરી રહ્યું છે 2 કરોડ 'સારા' મચ્છર, આ છે હેતુ

બીજિંગ: મચ્છરોના લીધે કેટલી બધી જીવલેણ બિમારીઓ થાય છે જેનાથી કરોડો લોકોના જીવ જાય છે. ચોમાસાની સિઝનમાં મચ્છરોના લીધે ડેંગ્યૂની બિમારી ઘણા લોકોના જીવ લઇ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે ચીન (China) માં એક ફેક્ટરી છે જે દર અઠવાડિયે 2 કરોડ 'સારા મચ્છરો' (Good Mosquito) નું પ્રોડક્શન કરે છે. ત્યારબાદ આ મચ્છરોને જંગલો અને અન્ય બીજી જગ્યાએ છોડવામાં આવે છે. આ મચ્છરોનું કામ બીજા મચ્છરો સામે લડીને બિમારીઓ રોકવાનું હોય છે. 

શું હોય છે સારા મચ્છર?

1/8
image

શું તમે પણ જાણો છો કે સારા મચ્છર કયા હોય છે? જોકે કેટલાક ખાસ મચ્છરને સારા મચ્છર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે બિમારી ફેલાવનાર મચ્છરોની ગ્રોથને પોતાની રીતે રોકી દે છે. આ કામ ચીને એક રિસર્ચ બાદ શરૂ કર્યું છે.  

ક્યાં હોય છે સારા મચ્છર?

2/8
image

આ મચ્છર એક ફેક્ટરીમાં તૈયાર થાય છે. ચીનના દક્ષિણી વિસ્તાર ગુઆંગઝોઉ (Guangzhou) માં એક ફેક્ટરી છે, જે આ સારા મચ્છરોને બનાવે છે. આ ફેક્ટરીમાં દર અઠવાડિયે 2 કરોડ મચ્છરોનું ઉપ્તાદન થાય છે. આ મચ્છર જો વોલ્બાચિયા બેક્ટેરિયા (Wolbachia Bacteria) સંક્રમિત હોય છે, તેનો પણ એક ફાયદો છે. 

ખાસ મિશન માટે તૈયાર કરવામાં આવે છે મચ્છર

3/8
image

ચીનને સુન યેત સેત યૂનિવર્સિટી અને મિશિગન યૂનિવર્સિટીના એક રિસર્ચથી ખબર પડી છે કે જો વોલ્બાચિયા બેક્ટેરિયા (Wolbachia Bacteria) ના સંક્રમિત મચ્છર તૈયાર કરવામાં આવે તો તે બિમારી ફેલાવવા માટે મોટાપાયે મચ્છર પેદા કરનાર માદા મચ્છરોને વાંઝીયા બનાવી શકે છે. પછી તેના આધારે ચીનમાં મચ્છરોનું ઉત્પાદન શરૂ થયું. આ સારા મચ્છરોને વોલબેચિયા મોસ્કિટો પણ કહેવામાં આવે છે. 

લાંબી પ્રક્રિયામાંથી પસાર થાય છે એક મચ્છર

4/8
image

પહેલાં આ મચ્છરોને ગુઆંગઝોઉની ફેક્ટરીમાં બ્રીડ કરવામાં આવે છે. પછી જંગલો અને મચ્છરોની મોટી સંખ્યાવાળી જગ્યા પર છોડવામાં આવે છે. ફેક્ટરીમાં પેદા થનાર મચ્છર માદા મચ્છરોને મળીને તેમની પ્રજનન ક્ષમતા ખતમ  કરી દે છે. પછી તે એરિયામાં મચ્છર થવા લાગે છે અને તેનાથી બિમારીઓની સારવાર થવા લાગે છે. 

ચીનની ફેક્ટરીમાં મોટાપાયે થાય છે કામ

5/8
image

મચ્છરોને પેદા કરવાનું કામ ચીનની આ ફેકટરી આ કામ માટે દુનિયાની સૌથી મોટી ફેક્ટરી છે. આ 3500 વર્ગ મીટરમાં ફેલાયેલી છે. તેમાં 4 મોટા વર્કશોપ છે. દરેક વર્કશોપ દર અઠવાડિયે લગભગ 50 લાખ મચ્છરોનું ઉત્પાદન કરે છે. 

2015 થી ચીન બનાવી રહ્યું છે મચ્છર

6/8
image

ચીન આમ આજથી નહી પરંતુ વર્ષ 2015થી કરી રહ્યું છે. પહેલાં તો આ મચ્છર ફક્ત ગુઆંગઝોઉ માટે તૈયાર કરવામાં આવતા હતા, કારણ કે અહીં ડેન્ગ્યૂ ફેલાય છે. હવે અહીં મચ્છરોને ઘણી હદે કંટ્રોલ કરવામાં આવ્યા છે જો કે બિમારીઓને પણ કાબૂમાં થઇ ચૂકી છે. હવે આ ફેક્ટરીથી મચ્છરોનું ઉત્પાદન કરીને તેમને ચીનના બીજા વિસ્તારોમાં પણ મોકલવામાં આવવામાં આવી રહ્યા છે.  

નર મચ્છરોને જ બનાવે છે ચીન

7/8
image

ફેક્ટરીમાં પેદા થયેલા મચ્છર અવાજ તો ખૂબ કરે છે પરંતુ એક ખાસ સમય બાદ ખતમ થઇ જાય છે. ખાસ વાત એ છે કે તેના કોઇપણ પ્રકારની બિમારીઓ ફેલાવવાનો કોઇ ખતરો પણ નથી. આ ફેક્ટરીમાં પેદા થયેલા તમામ મચ્છર નર હોય છે. લેબમાં આ મચ્છરોના જીનમાં ફેરફાર કરી દેવામાં આવે છે.  

સફળ રહી ચીનની પહેલ

8/8
image

ચીનનો આ પ્રોજેક્ટ એટલો સફળ રહ્યો છે કે બ્રાજીલમાં પણ ચીન એવી જ એક ફેક્ટરી ખોલવા જઇ રહ્યું છે. તમને જણાવી દઇએ કે ચીનની આ અનોખી રીત પોતાની પહેલી ટ્રાયલમાં જોરદાર સફળતા મળી હતી. જેના વિસ્તારમાં આ મચ્છરોને છોડવામાં આવ્યા, ત્યાં થોડા સમયમાં 96% મચ્છર ઓછા થઇ ગયા. ત્યારબાદ ચીને તેનો ઉપયોગ મોટાપાયે કરવાનું શરૂ કર્યું.