Mukesh Ambani ની સિક્યોરિટીમાં રહે છે NSGના ઘાતક કમાન્ડોઝ, લોખંડી કિલ્લાથી ઓછું નથી એન્ટીલિયા

ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ મુકેશ અંબાણીની (Mukesh Ambani) સુરક્ષા એકથી એક ચઢિયાતા સિક્યોરિટી (Security) એક્સપર્ટ્સના હાથમાં છે. તેમને ભારત સરકાર તરફથી Z+ સિક્યોરિટી (Z+ Security) કવર આપવામાં આવ્યું છે.

મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) Z+ સિક્યોરિટી કવરમાં રહે છે. ગુરુવારે તેમના મુંબઈ સ્થિત બંગલા એન્ટીલિયાની નજીક લગભગ 400 મીટર દૂર એક શંકાસ્પદ કાર મળી આવી. શંકા થતાં તેની તપાસ કરવામાં આવતાં તેની અંદર જિલેટીન (વિસ્ફોટક પદાર્થ) ની 20 સ્ટીક મળી. એક ધમકી ભરેલ પત્ર પણ મળ્યો છે જેમાં આખા અંબાણી પરિવારને (Ambani Family) જાનથી મારી નાંખવાની વાત કહેવામાં આવી છે. અંબાણી સાઉથ મુંબઈના (Mumbai) જે વિસ્તારમાં રહે છે, ત્યાં એકથી એક જાણીતી હસ્તીઓના મકાન છે. તેમનો પોતાનો બંગલો પણ કોઈ કિલ્લાથી ઓછો નથી, જ્યાં પ્રાઈવેટ સિક્યોરિટી (Private Security) ગાર્ડ્સ હંમેશા તહેનાત રહે છે. ત્યારે આવો જાણીએ દેશના સૌથી પૈસાદાર વ્યક્તિની સુરક્ષા વ્યવસ્થા કેવી છે.

અંબાણીની સાથે ચાલે છે 55 સુરક્ષાકર્મીઓનો કાફલો

1/6
image

મુકેશ અંબાણીને (Mukesh Ambani) Z+ સિક્યોરિટી કવર મળેલું છે. પ્રધાનમંત્રીની સુરક્ષામાં તહેનાત સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ એટલે SPG પછી આ ભારતનો સૌથી મોટો સુરક્ષા કાફલો છે. આ સિક્યોરિટી કવર એટલું મહત્વનું છે, તેનો અંદાજ એ વાતથી લગાવી શકો છો કે અત્યાર સુધી માત્ર 17 લોકોને જ Z+ સિક્યોરિટી (Z+ Security) આપવામાં આવી છે. તે અંતર્ગત મુકેશ અંબાણીની સુરક્ષામાં 55 હાઈલી ટ્રેઈન સુરક્ષાકર્મી હંમેશા તહેનાત રહે છે. આ કવરમાં ઓછામાં ઓછા 10 કમાન્ડો નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ (NSG)ના હોય છે. બધા સુરક્ષાકર્મી માર્શલ આર્ટ્સમાં ટ્રેઈન હોય છે. તેમની પાસે ઘાતક MP5 ગન હોય છે. અને એકથી એક ચઢિયાતી કમ્યુનિકેશન અને સિક્યોરિટી ગેજેટ્સ પણ હોય છે.

અંબાણી દર મહિને ચૂકવે છે 16 લાખ રૂપિયાનું બિલ

2/6
image

અંબાણીને વર્ષ 2013માં Z સિક્યોરિટી આપવામાં આવી હતી. જેને નરેન્દ્ર મોદી સરકારે વધારીને Z+ કરી દીધી. જ્યારે અંબાણી પોતાના રાજ્યમાં હોય છે ત્યારે સંપૂર્ણ સુરક્ષા તેમની સાથે હોય છે. બહાર જાય ત્યારે કેટલાંક કમાન્ડો તેમની સાથે જાય છે. અને સંબંધિત રાજ્ય બીજી સુરક્ષાની વ્યવસ્થા કરે છે. 24 કલાક મળનારી આ સુરક્ષાનો ખર્ચ મુકેશ અંબાણીને જાતે ઉઠાવવો પડે છે. એક અનુમાન પ્રમાણે Z+ સિક્યોરિટી માટે મુકેશ અંબાણી દર મહિને લગભગ 22 હજાર ડોલર એટલે લગભગ 16 લાખ રૂપિયાનું બિલ ચૂકવે છે. આ ખર્ચ ઉપરાંત સુરક્ષાકર્મીઓને રહેવા-ખાવાની વ્યવસ્થા પણ અંબાણીએ કરવાની હોય છે.

એકસ્ટ્રા પ્રોટેક્શન પણ લઈને ચાલે છે મુકેશ અંબાણી

3/6
image

અંબાણી માત્ર સરકારી સુરક્ષાના ભરોસે નથી. તેમની પોતાની ખાનગી સુરક્ષા પણ છે. જેમાં NSGના રિટાયર્ડ કર્મચારીઓ ઉપરાંત સેના અને પેરામિલિટરી ફોર્સના રિટાયર્ડ જવાન પણ હોય છે. અંબાણીની બધી ગાડીઓ હથિયારબંધ અને બુલેટપ્રૂફ છે. તે પોતાના ઘરથી સુરક્ષા કાફલા વિના નીકળતા નથી. આખો કાફલો સાથે ચાલે છે.

પ્રાઈવેટ હાથમાં છે એન્ટીલિયાની સિક્યોરિટી

4/6
image

મુંબઈમાં આવેલ મુકેશ અંબાણીનું મેન્શન એન્ટીલિયા દુનિયાના સૌથી મોંઘા ઘરમાંથી એક છે. ચાર લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલ આ બિલ્ડીંગ સાઉથ મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલ છે. 27 માળની આ બિલ્ડીંગનો દરેક ફ્લોર લગભગ બે માળ બરાબર છે. તેની ડિઝાઈન એવી છે કે રિક્ટર સ્કેલ પર 8 તીવ્રતાના ભૂકંપને સરળતાથી સહન કરી શકે છે. એન્ટીલિયાની સિક્યોરિટી પ્રાઈવેટ હાથમાં છે. ખાનગી સુરક્ષા ગાર્ડ્સ 24 કલાક અહીંયા તહેનાત રહે છે. તે સિવાય મુંબઈ પોલીસની ટીમ પણ તહેનાત હોય છે.

એન્ટીલિયામાં તહેનાત રહે છે 600 કર્મચારી

5/6
image

એન્ટીલિયાની છત પર 3 હેલિપેડ છે. જે માત્ર અંબાણી પરિવારની સુવિધા માટે જ નથી પરંતુ કોઈ ઈમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક બહાર નીકળવા માટે પણ જરૂરી છે. બિલ્ડીંગમાં 9 એલિવેટર્સ છે. 27 માળમાંથી 6 તો માત્ર અંબાણી પરિવારની કાર રાખવા માટે છે. રિક્રિએશન સેન્ટર છે. જેમાં જિમ,સ્પા, અનેક સ્વીમિંગ પુલ, જકૂજી, યોગા અને ડાન્સ સ્ટુડિયો જેવી સુવિધાઓ છે. અંબાણી પરિવાર બિલ્ડીંગના ટોપ ફ્લોર પર રહે છે. 27 માળની આ બિલ્ડીંગમાં એક ગાર્ડન પણ છે અને પર્યાવરણને જોતાં વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એન્ટીલિયામાં લગભગ 600 લોકો કામ કરે છે. જેમાં સિક્યોરિટી ગાર્ડસ ઉપરાંત અન્ય કર્મચારી પણ સામેલ છે.

નીતા અંબાણીને મળેલી છે Y સિક્યોરિટી

6/6
image

મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીને વાય શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. જેમાં CRPFના 10 કમાન્ડો સાથે હોય છે. તેના ખર્ચની ચૂકવણી નીતા અંબાણી કરે છે.