આ જાતકો માટે નવરાત્રીથી શરૂ થશે ગોલ્ડન પીરિયડ, લક્ષ્મીમાતાની એવી કૃપા થશે કે પૈસાનો જાણે વરસાદ થશે

ઓક્ટોબર મહિનામાં નવરાત્રી અને દિવાળીના તહેવારો છે. આ મહિનો કેટલીક રાશિવાળા માટે ખુબ જ મજાનો અને શુકનીયાળ રહેશે. ઓક્ટોબર 2024ના ગ્રહ ગોચર આ રાશિવાળાને ભરપૂર ફાયદો કરાવશે. તેમને ખુબ પૈસા, કરિયરમાં પ્રગતિ અને વેપારમાં નફો તથા લાઈફ પાર્ટનર મળવા જેવા ફાયદા થશે. જાણો ઓક્ટોબર મહિનાની લકી રાશિઓ વિશે...

વૃષભ રાશિ

1/6
image

વૃષભ રાશિના જે જાતકો લાંબા સમયથી નોકરી અને પ્રમોશન મેળવવા માટે રાહ જોતા હતા તેમની ઈચ્છા આ મહિને પૂરી થઈ શકે છે. આ સાથે જ મોટો આર્થિક લાભ પણ થશે. અધૂરા કામ પૂરા થશે. વેપારીઓને ખુબ નફો થશે. જીવનમાં ખુશહાલી આવશે. 

મિથુન રાશિ

2/6
image

મિથુન રાશિવાળા માટે ઓક્ટોબર મહિનો ખુબ ખુશીઓ લઈને આવશે. કરિયરમાં ઉંચી છલાંગ લગાવશે. પ્રગતિનો રસ્તો સરળ થશે. યશ મળશે. લવ લાઈફમાં પ્રેમ વધશે. પરિણીત જાતકો માટે ખુબ સારો સમય રહેશે. 

કર્ક રાશિ

3/6
image

ઓક્ટોબર મહિનાની લકી રાશિઓમાં કર્ક રાશિ પણ સામેલ છે. આ રાશિના લોકોને એકથી એક ચડિયાતી ડીલ મળશે. ખુબ લાભ મેળવશે. પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. બધા તમને સપોર્ટ કરશે. 

સિંહ રાશિ

4/6
image

આ મહિને સિંહ રાશિના જાતકોને કોઈ નવી ઉપલબ્ધિ મળશે. તમે પ્રસન્ન રહેશો અને આત્મવિશ્વાસ પણ વધેલો રહેશે. કરિયરમાં નવી તકો મળશે. લાઈફ પાર્ટનર સાથે સંબંધ સારા થશે. સમસ્યાઓનો લાંબો દોર ખતમ થશે. 

કન્યા રાશિ

5/6
image

ઓક્ટોબરનો મહિનો કન્યા રાશિના જાતકો માટે ખુબ શુભ સાબિત થશે. અપ્રત્યાશિત સ્ત્રોતોથી આવક થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. લક્ષ્ય મેળવવા માટે તનતોડ મહેનત કરજો. 

તુલા રાશિ

6/6
image

તુલા રાશિવાળા માટે ઓક્ટોબર મહિનો જીવનમાં સુવર્ણ કાળ લાવનારો રહેશે. તમે ઓફિસ અને ઘર બંને જગ્યાએ મહત્વની ભૂમિકા ભજવશો.  કરિયરમાં ખુબ પ્રગતિ થઈ શકે છે. આવક વધવાથી બેંક બેલેન્સમાં પણ વધારો થશે. તમે ખુબ ખુશ રહેશો. લગ્ન નક્કી થઈ શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)