અંબાલાલ પટેલની ડરામણી આગાહી : નવેમ્બરની આ તારીખે આવી રહ્યું છે વાવાઝોડું

Ambalal Patel Prediction અમદાવાદ : જો ઠંડી આવી ગઈ છે તેવું સમજીને હરખાતા નહિ. કારણ કે, વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે. ચાર દિવસ બાદ 20 થી 25 નવેમ્બરના રોજ બંગાળની ખાડીમાં વધુ એક તોફાન ઉભુ થશે. આ તોફાન ફરીથી ગુજરાતના વાતાવરણને ડામાડોળ કરી શકે છે. ત્યારે આ આગાહી શું છે તેના પર એક નજર કરીએ. 

ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન

1/4
image

રાજ્યમાં ઠંડીના ચમકારાની શરૂઆત થઈ ગઈ છે. રાતના સમયે લઘુત્તમ તાપમાન 17 થી 20 ડિગ્રી વચ્ચે રહ્યું છે. કેશોદમાં સૌથી ઓછું 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલીમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 20.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 19.8 ડિગ્રી તાપમાન રહ્યું છે. વડોદરામાં 18 ડિગ્રી, રાજકોટમાં 19.1 ડિગ્રી, જયારે સુરતમાં 23.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આમ, રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહ્યું છે.  

ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે 

2/4
image

લાંબા સમય બાદ એક સારું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહાડો સુધી પહોંચ્યું છે. ઊંચા પહાડો પર બરફ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનું હવામાન લગભગ શુષ્ક છે. પરંતુ હિમાચલ પ્રદેશના ઊંચા પર્વતો પર હળવો વરસાદ શરૂ થયો છે. બે-ત્રણ દિવસ પછી જ્યારે ઉત્તરનો પવન ફૂંકાશે. ત્યારે પંજાબથી હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાન સુધી તાપમાન ઘટી જશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસર દક્ષિણ ભારતમાં ભારે વરસાદના સ્વરૂપમાં જોવા મળશે. રાજસ્થાન અને ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં હવામાન શુષ્ક રહેશે અને દિવસો ગરમ રહેશે. દક્ષિણ મહારાષ્ટ્રમાં 24 કલાક પછી હળવો વરસાદ શરૂ થઈ શકે છે.

વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે 

3/4
image

ગુજરાતમાં હાલ ઠંડી પડી રહી છે. પરંતું અચાનક જ વાદળો બંધાય તેવી શક્યતા છે. કારણ કે, અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડીપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે.   

આ તારીખ પછી કાતિલ ઠંડી પડશે 

4/4
image

અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરી કે, 17 થી 20 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાના કારણે ગરમી ઘટશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. 23 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતિય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે. 23 નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે જેથી ગરમીમાં ઘટાડો થશે. ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહીં હોવાનું તેઓએ જણાવ્યું. સાથે જ માર્ચ અને એપ્રિલ મહિના સુધી માવઠા આવી શકે છે. બંગાળ ઉપસાગરમાં 20થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે.