વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ચેતવણી : આંધી તોફાન સાથે વરસાદની આગાહી, ગુજરાતના આ જિલ્લાવાળા સાચવજો
Weather Alert : ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમીરગઢ, ઇકબાલગઢ સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતુ. વાદળછાયું વાતાવરણ બનતા માવઠું થવાની શક્યતાએ ખેડૂતોની ચિંતા વધારી છે. પૂર્વોત્તર ભારતમાં આજે-કાલે આંધી-તોફાનની ચેતવણી છે. વરસાદ અને કરા પડી શકે છે. ઉ.ભારતથી રાજસ્થાન-એમપી સુધી વરસાદની આગાહી છે. જેની અસર ગુજરાત પર પણ જોવા મળશે.
હવામાન વિભાગે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ચેતવણી આપી
ઉત્તર ભારતમાં ગરમીની ઋતુની શરૂઆતની અસર થવા લાગી છે, એવા સમયે ભારતીય હવામાન વિભાગે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચેતવણી અને આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ-કાશ્મીર, લદાખમાં ૨૫-૨૭ફેબ્રુઆરી, હિમાચલપ્રદેશમાં ૨૬-૨૭કેબુઆરી, ઉત્તરાખંડમાં ૨૭ ફેબુઆરીએ વરસાદ પડવાની સંભાવના છે.
આંધી તોફાન સાથે કરા પડશે
હવામાન વિભાગે પૂર્વોત્તર ભારતમાં ૨૨-૨૩ ફેબ્રુઆરીએ આંધી-તોફાન, વરસાદ અને કરા પડવાની ચેતવણી છે. આ ઉપરાંત, એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૨૪ ફેબુઆરીએ આવવાનું છે. જેનાથી ઉત્તર-પશ્ચિમ ભારતના કહવામાનમાં પલટો થશે અને પંજાબ હરિયાણા, ચંડીગઢમાં ૨૯-૨૭ફેબ્રુઆરી, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં ૨૭ ફેબુઆરીએ વરસાદ પડશે. છેલ્લા ૨૪ કલાકમાં મધ્યપ્રદેશ પૂર્વ રાજસ્થાન, આંતરિક ઓડિયા, પશ્ચિમી તટ અને પૂર્વોત્તર ભારતમાં ઘણાં સ્થળોએ દિવસના તાપમાનમાં ૧થી ૨ ડિગ્રીનો વધારો થયો છે. પશ્ચિમ હિમાલયી વિસ્તારમાં ઘણા સ્થળોએ તાપમાનમાં લ ૦૯-૧૨ ડિગ્રીનો ઘટાડો થયો છે.
બરફવર્ષાની આગાહી
હવામાન વિભાગ અનુસાર, ૨૨ અને ૨૩ ફેબ્રુઆરીએ ઓડિશામાં અંધી, વીજળી સાથે છૂટાછવાયાથી લઈને ઘણો વ્યાપક હળવો મધ્યમ વરસાદ પડવાની સાભાવના છે. ૨૨ અને ૨૩ ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળમાં મેદાની પ્રદેશમાં અને ઝારખંડમાં આંધી, વીજળી સાથે ૩.થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન કુંકાય તેની સંભાવના છે. ૨૨ અને ૨૩ ફેબ્રુઆરીએ ઉપ-હિમાલથી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ બિહારમાં આવી અને વીજળી સાથે છુટાછવાયાથી લઈને હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ૨૫-૨૭ ફેબ્રુઆરી દરમિયાન જમ્મુ-કાશ્મીર-લદાખ, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વ્યાપક રીતે હળવાથી મધ્યમ વરસાદ, બરફવર્ષા થઈ શકે છે.
ફેબ્રુઆરીના અંત સુધી આવું રહેશે - અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.
Trending Photos