Pakistan: એક સાથે 60 હિન્દુઓનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું, ઘટનાનો Video વાયરલ

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

Forced Conversion in Pakistan: પાકિસ્તાનથી ફરી એકવાર હિન્દુઓના જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવાનો મામલો સામે આવ્યો છે. અહીં એક સાથે 90 હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું. તેમની પાસે જબરદસ્તીથી કલમા પઢાવવામાં આવ્યા. આ બધુ એક મ્યુનિસિપલ ચેરમેન અને મૌલાનાની હાજરીમાં થયું. ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ મૌલાનાએ તેમને કહ્યું કે મુસલમાનનું લક્ષ્ય ફક્ત અલ્લાહને ખુશ કરવાનું હોય છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

60 હિન્દુઓનું ધર્મ પરિવર્તન

1/5
image

ટાઈમ્સ નાઉમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનના સિંધના માલતી વિસ્તારમાં 60 હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું. તેમને કલમા પઢવા માટે મજબૂર કરાયા. પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અનહદ અત્યાચાર થઈ રહ્યા છે. આ કોઈ પહેલીવાર નથી કે કોઈ લઘુમતી સમુદાયના લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે. પાકિસ્તાનથી આવા સમાચાર સતત આવતા રહે છે કે હિન્દુ કે શીખ યુવતીનું અપહરણ કરીને તેના લગ્ન જબરદસ્તીથી એક મુસ્લિમ સાથે કરાવી દેવાયા અને તેનું ધર્મ પરિવર્તન કરાવી દેવાયું. (પ્રતિકાત્મક તસવીર, રોયટર્સ)

મ્યુનિસિપલ ચેરમેને કર્યું ધર્મ પરિવર્તનનું દબાણ

2/5
image

એવો આરોપ છે કે મ્યુનિસિપલ ચેરમેન અબ્દુલ રઉફ નિઝામીએ 60 હિન્દુઓ પર ધર્મ પરિવર્તન કરવાનું દબાણ બનાવ્યું હતું. એક ફેસબુક પોસ્ટમાં અબ્દુલે કહ્યું કે આજે મારી નિગરાણીમાં 60 લોકો મુસલમાન બન્યા છે, તેમના માટે દુઆ કરો. (તસવીર-સાભાર સોશિયલ મીડિયા)

મૌલાનાએ જબરદસ્તીથી કલમા પઢાવ્યા

3/5
image

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હિન્દુ લોકોને ગ્રુપમાં બેસાડવામાં આવ્યા છે અને એક મૌલવી તેમને કલમા પઢાવી રહ્યો છે. ત્યારબાદ હિન્દુઓને નમાજ પણ પઢાવવામાં આવી (તસવીર-સાભાર સોશિયલ મીડિયા)

ધર્મ પરિવર્તન બાદ મૌલાનાએ હિન્દુઓને શું કહ્યું

4/5
image

60 હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ મૌલાનાએ તેમને કહ્યું કે એક મુસ્લિમનું લક્ષ્ય ફક્ત એ જ હોય છે કે તે અલ્લાહને ખુશ કરે. તેનાથી તેની જિંદગીનો મક્સદ પૂરો થાય છે. અલ્લાહ જેને ચાહે તે જ જીવી શકે છે. (પ્રતિકાત્મક તસવીર- રોયટર્સ)

પાકિસ્તાનમાં ધર્મ પરિવર્તનનો જઘન્ય ખેલ ચાલુ

5/5
image

હાલમાં જ સિંધ પ્રાંતમાં ધર્મ પરિવર્તનની એક વધુ ઘટના સામે આવી હતી. અહીં કાંધકોટ વિસ્તારમાં એક 13 વર્ષની બાળકીનું અપહરણ કરાયું અને તેનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવી દેવાયું હતું. (તસવીર-પ્રતિકાત્મક, રોયટર્સ)