વાવાઝોડા પહેલા અને પછી આ વાતોનું રાખો ખાસ ધ્યાન, જાણો ચક્રાવાત પહેલા શું કરવું અને શું નહીં
ગાંધીનગરઃ ગુજરાત પર ‘બિપરજોય’ વાવાઝોડાનો ખતરો છે. વાાવઝોડું ગુજરાતના દરિયાકાંઠાથી હવે માત્ર 320 કિલોમીટર દૂર છે. જેથી દરિયા કાંઠાના તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયું છે. કચ્છ, દ્વારકા, જામનગર, મોરબીમાં ભારે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ 12, 13, 14, 15, 16 અને 17 જૂને અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. 15 જૂને વાવાઝોડું ટકરાયા બાદ 16 તારીખ સુધી વરસાદ રહેશે. જુઓ કયા દિવસોમાં ક્યા ક્યા વરસાદ પડશે.
વાવાઝોડા દરમિયાન કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તંત્ર દ્વારા વાવાઝોડા પહેલા અને બાદમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે જિલ્લાઓમાં વાવાઝોડું આવવાનું છે તે જિલ્લાના લોકોએ આ માહિતી ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.
Trending Photos