Corona: આ દેશમાં વેક્સીન ન મળતા ઘોડાને આપવામાં આવતી દવા ખાઈ રહ્યા છે લોકો!
દુનિયાના ઘણા દેશોમાં ફરી એકવાર કોરોના વાયરસ (Coronavirus) બેકાબુ થઈ રહ્યો છે. જેના પર નિયંત્રણ લાવવા માટે વેક્સીનેશન પ્રક્રિયામાં તેજી સાથે જરૂરી પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ફિલિપાઇન્સમાંથી (Philippines) એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેણે દરેક વ્યક્તિને આશ્ચર્યચકિત કર્યા છે.
ઘોડાની દવા ખાઈ રહી છે ફિલિપાઈન્સની જનતા
વેક્સીનની અછતનો સામનો કરી રહેલી ફિલિપાઇન્સની જનતા હવે મહામારીથી બચવા માટે ઘોડાને આપવામાં આવતી દવા ઇવરમેક્ટિનનો (Ivermectin) ઉપયોગ કરી રહી છે. તેની અસર એવી છે કે દેશના કેટલાક રાજકારણીઓ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્જર્સ પણ આ દવાને કોરોના વેક્સીન તરીકે પ્રમોટ કરી રહ્યા છે.
લોકોને આડઅસરો નથી ચિંતા
વેક્સીનની અછતને કારણે, લોકો એટલા તાણમાં છે કે તેઓ આ દવાની આડઅસરો વિશે પણ ચિંતિત નથી. તેઓ ફક્ત કોરોના ગ્રસ્ત થઈને હોસ્પિટલમાં દાખલ થવાનું ટાળવા માગે છે. તેથી જ તેઓ ઇવરમેક્ટિન નામની દવાનો ઉપયોગ કરી રહ્યા છે.
માર્ચમાં 700 ગણી વધી દવાની ડિમાન્ડ
વાઇસના અહેવાલ મુજબ, આ દવાની ડિમાન્ડનો અંદાજ તમે આ વાતથી લગાવી શકો છો કે, માત્ર માર્ચ મહિનામાં આ દવાને ફિલિપાઇન્સમાં 700 ગણી વધારે ઓનલાઇન સર્ચ કરવામાં આવી છે.
ફિલિપાઇન્સમાં આ દવાની સેલ છે ગેરકાયદેસર
રિપોર્ટ અનુસાર, આ દવા માણસોના ઉપયોગ માટે નોંધાયેલ નથી. એટલે કે, ફિલિપાઇન્સમાં આ દવાનું વેચાણ ગેરકાયદેસર છે. તેમ છતાં, લોકો આ દવાનું આડેધડ વેચાણ અને ખરીદી કરી રહ્યા છે.
કંપનીએ કહ્યું- વેક્સીન તરીકે યોગ્ય નથી દવા
ઇવરમેક્ટિન બનાવતી કંપની મેકર્સે એક નિવેદનમાં એમ પણ કહ્યું છે કે વૈજ્ઞાનિકોએ આ દવાને કોરોના વેક્સીન તરીકે યોગ્ય ગણી નથી. પરંતુ તેમ છતાં તેની લોકપ્રિયતા વધી રહી છે.
અમેરિકામાં આ દવાથી કરે છે માણસોની સારવાર
જો કે, અમેરિકામાં ઇવરમેક્ટિન દવાના એક વર્ઝનનો માણસોના ટ્રોપિકલ ડિસીઝની સારવાર માટે એપ્રૂવ કરવામાં આવી છે. પરંતુ કોરોનાની બીમારીમાં આ દવાના ઉપયોગની મંજૂરી કોઈપણ દેશમાં આપવામાં આવી નથી.
લોકોને છે આ કન્ફ્યૂઝન
પરંતુ કેટલાક લોકોને કન્ફ્યૂઝન છે કે આ દવા કોરોના થવાથી માણસોને બચાવી શકે છે અથવા તો આ મહામારી સામે સારી રીતે રિકવર થઈ શકે છે. જો કે, ફિલિપાઇન્સ પ્રશાસનની ચેતવણી હોવા છતાં તેનો સેલ રોકી શક્યો નથી.
શું છે ઇવરમેક્ટિન?
ડોકટરોના જણાવ્યા મુજબ, ઇવરમેક્ટિન દવાનો ઉપયોગ ઇન્ટરનલ અને એક્સટર્નલ પૈરાસાઈડ્સ જેવા કે, માથાની જૂ, ખંજવાળ, અંધત્વ અને લસિકા ફિલ્માસિસની સારવાર માટે કરવામાં આવે છે. મૂળરૂપે, આ દવા પશુચિકિત્સા દવા તરીકે રજૂ કરવામાં આવે છે જે સામાન્ય રીતે બિલાડી, કૂતરા, ઘોડા, ગાય અને પિગને આપવામાં આવે છે.
Trending Photos