સેંગોલ લઈને કઈંક અલગ જ અંદાજમાં પીએમ મોદીએ કર્યો સંસદમાં પ્રવેશ, જુઓ ઉદ્ધાટન સમારોહના Photos
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું. ઉદ્ધાટન સમારોહ વહેલી સવારથી શરૂ થયો. આ ઉદ્ધાટન સંપૂર્ણ વૈદિક, રીતિ રિવાજ સાથે કરવામાં આવ્યો છે. તમિલનાડુથી આવેલા સંતોએ નવા સંસદ ભવનમાં હવન પૂજાથી શરૂઆત કરી. ઐતિહાસિક સેંગોલને નવા સંસદ ભવનમાં લોકસભાની અંદર સ્થાપિત કરવામાં આવ્યો. તમિલનાડુથી આવેલા સંતોએ નવા સંસદ ભવનમાં હવન પૂજાથી શરૂઆત કરી. ઐતિહાસિક સેંગોલને નવા સંસદ ભવનમાં લોકસભાની અંદર સ્થાપિત કરવામાં આવ્યો. આ દરમિયાન પીએમ મોદી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ ઉપસ્થિત રહ્યા.
પીએમ મોદી સાથે લોકસભા સ્પીકર પણ બેઠા પૂજામાં
નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહની શરૂઆત થઈ ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સાથે લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ પૂજામાં બેઠા.
હવન પૂજાથી સમારોહની શરૂઆત
હવન પૂજા સાથે સમારોહની શરૂઆત થઈ. ઉદ્ધાટન સમારોહ દરમિયાન અધીનમ (પૂજારીઓ)એ પીએમ મોદીને વૈદિક મંત્રોચ્ચાર સાથે સેંગોલ એટલે કે રાજદંડ આપ્યો.
દંડવત પ્રણામ
પીએમ મોદીએ સેંગોલ સ્વીકારતા પહેલા તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ પણ કર્યા.
નવા સંસદ ભવનનું ઉદ્ધાટન
પીએમ મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહ્યા. આ પહેલા પીએમ મોદીએ સંસદ ભવનમાં લોકસભાની અંદર સંગોલને સ્થાપિત કર્યો.
સેંગોલ લોકસભામાં સ્થાપિત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહ દરમિયાન ભવનની અંદર સેંગોલને સ્થાપિત કર્યો. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ ઉપસ્થિત રહ્યા.તમિલનાડુથી આવેલા અધીનમ સંતોએ ધાર્મિક અનુષ્ઠાન બાદ પીએમ મોદીને આ સંગોલ સોંપ્યો હતો.
સર્વ ધર્મ સમભાવ
નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહ દરમિાયન સર્વ ધર્મ સમભાવની ભાવના જોવા મળી. તમામ ધર્મોના ગુરુઓએ આ અવસરે પ્રાર્થના કરી.
શ્રમિકોનું કર્યું સન્માન
પીએમ મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યા બાદ ભવનના નિર્માણ કાર્યમાં સામેલ થયેલા શ્રમિકોનું સન્માન કર્યું.
Trending Photos