Pradhanmantri Sangrahalaya: નેહરુની સામે મોદી, દરેક પીએમને આ મ્યુઝિયમમાં મળ્યું સ્થાન
PM Narendra Modi to inaugurate Pradhanmantri Sangrahalaya: PM મોદીએ દિલ્હીના નહરુ મેમોરિયલ મ્યુઝિયમમાં તૈયાર કરાયેલા અત્યાર સુધીના પ્રધાનમંત્રીઓના જીવન દર્શનના સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સાથે તેમણે આ મ્યુઝિયમની પ્રથમ ટિકિટ ખરીદી અને પ્રવેશ કર્યો. આ મ્યુઝિયમ દિલ્હીમાં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરી સંકુલમાં બનાવવામાં આવ્યું છે. દિલ્હીમાં તીન મૂર્તિ ભવનની ઓળખ અત્યાર સુધી નહેરૂ મેમોરિયલ મ્યૂઝિયમથી થતી હતી, તે હવેથી પ્રધાનમંત્રી સંગ્રહાલય તરીકે ઓળખાશે. આ મ્યુઝિયમમાં દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુથી લઈને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધીના તમામ વડાપ્રધાનોની જીવન ફિલસૂફીનો વિસ્તારપૂર્વક સંગ્રહ કરવામાં આવ્યો છે.
આ મ્યુઝિયમનો ખર્ચ લગભગ 271 કરોડ રૂપિયા થયો છે. તેને 2018માં મંજૂરી મળી અને ચાર વર્ષમાં તે તૈયાર થઈ ગયો. આ મ્યુઝિયમ નેહરુ મ્યુઝિયમમાં લગભગ 10 હજાર ચોરસ મીટરની જમીન પર બનાવવામાં આવ્યું છે. ભારતના બંધારણને પણ પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ આઝાદી પછીની ભારતની કહાનીને પોતાના પ્રધાનમંત્રીઓના જીવન અને યોગદાન દ્વારા જણાવશે.
પ્રધાનમંત્રીનું સંગ્રહાલય નેહરુ મ્યુઝિયમનું નવું સ્વરૂપ છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના તમામ પીએમના યોગદાનને રેખાંકિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને આ કડીમાં તેમણે 'પ્રધાનમંત્રી મ્યુઝિયમ' નામ આપીને વિકસાવવામાં આવ્યું છે.
નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી (NMML)ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં પંડિત જવાહરલાલ નેહરુને સંસ્થાના નિર્માતા તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અગાઉના પીએમ પંડિત નેહરુએ દેશમાં લોકતાંત્રિક સંસ્થાન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેઓ દરેક સંસ્થા અને સંમેલનમાં વિશ્વાસ રાખતા હતા. આ બધી વસ્તુઓ અમે પ્રધાનમંત્રી મ્યુઝિયમમાં બતાવી છે. તે જણાવે છે કે એક સંસ્થાના નિર્માતા તરીકે તેમની ભૂમિકા શું હતી.
પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં PM નેહરુથી લઈને ડૉ. મનમોહન સિંહ સુધીના તમામ પ્રધાનમંત્રીઓના જીવન, કાર્ય અને યોગદાન ઉપરાંત અન્ય ઘણા લોકતાંત્રિક મૂલ્યોની રૂપરેખા આપવામાં આવી છે. મ્યુઝિયમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે પ્રથમ પીએમ જવાહરલાલ નેહરુનો ફોટો લાગેલો છે.
નૃપેન્દ્ર મિશ્રાની જાન્યુઆરી 2020માં મ્યુઝિયમની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી મ્યુઝિયમને વધુ મોટું બનાવવું પડશે. તે એક રીતે થિંક ટેન્ક બની જશે. તેમણે કહ્યું કે મને લાગે છે કે આ લોકશાહીનું ઘર છે. જો અહીં લોકશાહીના વિષયો પર ચર્ચા કરવામાં આવે તો આ મ્યુઝિયમ સાર્થક થશે અને આપણે આપણા તમામ પ્રધાનમંત્રીઓની અપેક્ષાઓને અનુરૂપ બની શકીશું.
પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં શરૂઆત ભારતીય સ્વતંત્રતા સંગ્રામથી કરવામાં આવી છે. ત્યારબાદ તેમાં બંધારણના નિર્માણ સાથે જોડાયેલા મહત્વના પગલાં દર્શાવવામાં આવ્યા છે. તે દર્શાવે છે કે કેવી રીતે આપણા પ્રધાનમંત્રીઓએ વિવિધ પડકારોનો સામનો કર્યો અને દેશને આ સ્થાન સુધી લઈ ગયા.
પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં તમામ પ્રધાનમંત્રીઓના સંગ્રહસ્થાન રાખવામાં આવ્યા છે. આ સાથે તેમના ઉપયોગની અંગત વસ્તુઓ અને તેમના ભાષણો પણ રાખવામાં આવ્યા છે. આ મ્યુઝિયમ ખાસ કરીને ભારતના યુવાનો માટે માહિતી પ્રદાન કરે છે અને તેને સરળ, રસપ્રદ અને વ્યાપક રીતે પ્રસ્તુત કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Trending Photos