પોસ્ટ ઓફિસ ગેરેન્ટેડ ઇનકમ સ્કીમ! નાની વચતમાં મોટા ફાયદા માટે રોજ રૂ. 50થી બનાવો 1 લાખથી વધુનું ફંડ
Post Office Savings Scheme: પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકાણ કરવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. અહીં એક નાના રોકાણથી પણ ઓછા સમયમાં મજબૂત ફંડ બનાવી શકાય છે. જી હા... જો તમે 50 રૂપિયા બચાવો છો, તો માત્ર 5 વર્ષમાં તમે માલામાલ થઈ શકો છો. તેથી આપણે અહીં મેચ્યોરિટીનું પુરું કેલ્ક્યુલેશન સમજીશું.
સલામત રોકાણ વિકલ્પ
પોસ્ટ ઓફિસની બચત યોજનાઓને સરકાર દ્વારા સમર્થન આપવામાં આવે છે, જેના કારણે રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. આ જ કારણ છે કે લોકો પોસ્ટ ઓફિસની યોજનાઓમાં ઘણું રોકાણ કરે છે.
નાની બચતમાંથી મોટી મૂડી
પોસ્ટ ઓફિસ સ્કીમમાં દરરોજ નાની રકમનું રોકાણ કરીને તમે સમયની સાથે એક મોટી રકમ એકઠી કરી શકો છો. જી હા... તમે ઓછા રોકાણ સાથે સરળતાથી મજબૂત ફંડ બનાવી શકો છો.
50 રૂપિયા રોજ બચાવીને બનાવો મોટું ફંડ
જો તમે ઈચ્છો તો માત્ર 50 રૂપિયાની બચત કરીને માલામાલ બની શકો છો. જી હા... જો તમે દરરોજ 50 રૂપિયાની બચત કરો છો, તો તમે 5 વર્ષમાં 1,07,050 રૂપિયા સુધીની મૂડી બનાવી શકો છો.
1500 રૂપિયાના માસિક રોકાણ પર સારું રિર્ટન
પોસ્ટ ઓફિસ સ્કીમમાં દર મહિને ₹1500નું રોકાણ કરીને 5 વર્ષમાં કુલ 90,000 રૂપિયાની રકમ સરળતાથી જમા કરી લેશો. આમાં તમને લગભગ 17,050 રૂપિયાનું વધારાનું વ્યાજ મળશે.
100 રૂપિયા દરરોજ બચાવીને કરો મોટો ફાયદો
જો તમે 50 રૂપિયાને બદલે 100 રૂપિયા બચાવો છો, તો ફંડ બમણું થાય છે. જી હા... જો તમે દરરોજ 100 રૂપિયા બચાવો છો, તો તમે 5 વર્ષમાં 2,14,097 રૂપિયાની મોટી રકમ બનાવી શકો છો.
ઊંચા વ્યાજ દરનો ફાયદો
પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ (RD) સ્કીમ પર તમને વાર્ષિક આશરે 6.7% વ્યાજ મળે છે, જે તેને ફિક્સ્ડ ડિપોઝિટ અને અન્ય સ્કીમ્સની તુલનામાં આકર્ષક બનાવે છે.
લોન સુવિધા
પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ (RD) સ્કીમ પર ઓછામાં ઓછા 12 હપ્તાઓ જમા કરાવ્યા પછી, તમે તમારી ડિપોઝિટની રકમના 50% સુધીની લોન મેળવી શકો છો.
લોન્ગ ટર્મ રોકાણનો વિકલ્પ
નોંધનીય છે કે, પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ (RD) સ્કીમમાં કાર્યકાળ 5 વર્ષનો છે, જેને આગામી 5 વર્ષ માટે પણ વધારી શકાય છે.
પ્રી-મેચ્યોર ક્લોઝરની સુવિધા
રોકાણ માટે ખાસ ગણાતી આ સ્કીમમાં જરૂર પડવા પર 3 વર્ષ પછી ખાતું બંધ કરી શકાય છે. જો કે. વ્યાજ દર બચત ખાતા પ્રમાણે આપવામાં આવશે.
કર બચતનો લાભ
આ યોજનામાં રોકાણ કરના દૃષ્ટિકોણથી પણ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે આ યોજનામાં રોકાણ કરો છો તો તમે કલમ 80C હેઠળ કર મુક્તિ મેળવી શકો છો.
નિયમિત બચતની આદત
આ યોજના તમને નિયમિતપણે બચત કરવામાં અને ફાઈનેન્શિયલ ડિસિપ્લિન બનાવી રાખવામાં મદદ કરે છે.
સરળ એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા
પોસ્ટ ઓફિસમાં આ ખાતું ખોલાવવું ખૂબ જ સરળ છે, આ માટે માત્ર આધાર, પાન કાર્ડ અને ન્યૂનતમ જમા રકમની જરૂર હોય છે.
Trending Photos