રાફેલની આ તસવીરો જોઇને તમે આંકી શકશો તેની તાકત, ભલભલાનો છોડાવી દેશે પરસેવો

લદ્દાખમાં ચીન (China) સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતમાં હવે ફ્રાંસ નિર્મિત રાફેલ (Rafale) લડાકૂ વિમાન વાયુસેનામાં સામેલ થવા જઇ રહ્યું છે. વિમાનોની તૈનાતી માટે હરિયાણાના અંબાલા એરબેસની પસંદગી કરવામાં આવી છે.

અંબાલા: લદ્દાખમાં ચીન (China) સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતમાં હવે ફ્રાંસ નિર્મિત રાફેલ (Rafale) લડાકૂ વિમાન વાયુસેનામાં સામેલ થવા જઇ રહ્યું છે. વિમાનોની તૈનાતી માટે હરિયાણાના અંબાલા એરબેસની પસંદગી કરવામાં આવી છે. આ જગ્યા પાકિસ્તાન (Pakistan) અને ચીનની સીમાથી 220 થી 300 કિમી દૂર પર છે. આમ કરીને ભારતે આક્રમક ચીન સાથે પાકિસ્તાને પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો ચીનના ઇશારે કોઇપણ પ્રકારનું દુસ્સાહસ કર્યું તો તેના પર પલટવાર કરવામાં ભારત રાહ જોશે નહી. 

1/4
image

તમને જણાવી દઇએ કે ભારતીય વાયુસેનાના પાંચ ઓપરેશનલ કમાંન્ડ છે. આ સાથે જ વાયુસેનાના એક-એક મેન્ટેનેંસ એક ટ્રેનિંગ કમાંડ પણ છે. આ કમાંડ પાસે રાજસ્થાનથી માંડીને જમ્મૂ કાશ્મીર સુધી પાકિસ્તાન સુધી સામનો કરવાની જવાબદારી છે. 

2/4
image

સાથે જ લદ્દાખના વિસ્તારમાં ચીન સાથે બે-બે હાતહ કરવાની જવાબદારી પણ આ કમાંડ પાસે છે. પશ્વિમી વાયુસેના કમાંડે આ બંને દુશ્મનોનો સામનો કરવા માટે આદમપુર, અંબાલા, ચંદીગઢ, હલવાર, હિંડન, લેહ, પાલમ, શ્રીનગર અને પઠાણકોટમાં એરબેસ બનાવ્યું છે. 

3/4
image

આ એરબેસની મદદ માટે અમૃતસર, સિરસા અને ઉધમપુરમાં ફોરવર્ડ બેસ સપોર્ટ યૂનિટ (FBSUs) બનાવવામાં આવ્યું છે. અંબાલા એરબેસ પર જગુઆર વિમાનો (SEPECAT Jaguar) ની સ્કવાડ્રન તૈનાત છે. 

4/4
image

તો બીજી તરફ દુશ્મનના હવાઇ હુમલાનો સામનો કરવા માટે અહીં એર ડિફેન્સ સિસ્ટમના રૂપમાં વાયુસેના મિગ-21 અને 29 લડાકૂ વિમાન તૈનાત છે.