2025 આ જાતકો માટે રહેશે ભાગ્યશાળી, મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા, બે ગ્રહોની રહેશે વિશેષ કૃપા

Rashifal 2025: વૈદિક પંચાગ અનુસાર વર્ષ 2025માં ગુરૂ અને શનિ ગ્રહની ચાલમાં ફેરફાર થવા જઈ રહ્યો છે, જેનાથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. 
 

રાશિફળ 2025

1/5
image

વૈદિક પંચાગ અનુસાર વર્ષ 2025માં ઘણા મોટા અને નાના ગ્રહોની ચાલમાં ફેરફાર થશે. જેમાં ન્યાયપ્રદાતા શનિ દેવ અને દેવગુરૂ બૃહસ્પતિનું નામ સામેલ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2025ની શરૂઆતમાં શનિ દેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભથી નિકળી મીનમાં પ્રવેશ કરશે. તો ગુરૂ બૃહસ્પતિ વૃષભ રાશિમાંથી નિકળી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. તેવામાં આ બંને ગ્રહોની ચાલમાં ફેરફારથી કેટલાક જાતકોને ધનલાભ અને કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.  

મકર રાશિ

2/5
image

વર્ષ 2025 મકર રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. કારણ કે જ્યારે વર્ષ 2025માં શનિ દેવ મીન રાશિમાં પ્રવેશ કરશે. તમારા પર શનિની સાડાસાતી સમાપ્ત થઈ જશે. અત્યાર સુધી જે માનસિક તણાવ હતો તેમાંથી છુટકારો મળશે. સાથે નોકરી કરનાર જાતકોની આ દરમિયાન પ્રગતિ થશે અને તે પોતાના લક્ષ્ય હાસિલ કરશે. આ સમયે તમને આકસ્મિક ધનલાભ થશે. સાથે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. તો તમારા લાંબા સમયથી અટવાયેલા કામ પૂર્ણ થશે અને પરિવારની સાથે મોજ-મસ્તીથી સમય પસાર થશે. આ સમયે તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો.  

વૃશ્ચિક રાશિ

3/5
image

તમારા લોકો માટે વર્ષ 2025 લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી પંચમ ભાવ પર ભ્રમણ કરશે. તમારા પર શનિની પનોતી ચાલી રહી છે, તેનાથી છુટકારો મળશે. આ સમયે તમને સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. એટલે કે સંતાનને નોકરી મળી શકે છે અથવા લગ્ન થઈ શકે છે. આ દરમિયાન તમે કોઈ જમીન-સંપત્તિમાં લેતીદેતી કરી શકો છો. જે લોકો ઘણા સમયથી નોકરી શોધી રહ્યાં છે તેને તક મળશે. સાથે આ દરમિયાન તમારી ઈચ્છાઓ પૂરી થશે અને તમે વિચારેલી યોજનાઓ સફળ થશે. 

મિથુન રાશિ

4/5
image

વર્ષ 2025 મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી કર્મ ભાવ પર ગોચર કરશે. સાથે ગુરૂ તમારી રાશિથી લગ્ન ભાવ પર સંચરણ કરશે. આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. સાથે કામ-ધંધામાં પ્રગતિ થશે. આ દરમિયાન બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. જે લોકો ધંધો કરે છે તેને ધનલાભ થઈ શકે છે. તમારા કારોબારનો વિસ્તાર થઈ શકે છે. તો પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. તો કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.