Masik Rashifal: 5 રાશિઓને ફળશે ઓક્ટોબર મહિનો, આ રાશિઓએ રહેવું પડશે સાવધાન, વાંચો તમારું માસિક રાશિફળ
October 2023 Rashifal: રવિવારથી ઓક્ટોબર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. આ મહિનામાં શક્તિશાળી ગ્રહોનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. જેની અસર તમામ રાશિઓ પર પડશે. આ એક મહિના દરમિયાન કેટલીક રાશિને સુખ-સમૃદ્ધિ મળશે તો કેટલાકને નિરાશ થવું પડશે. જ્યોતિષ શાસ્ત્રના મતે ઓક્ટોબર 2023 મહિનો કેટલીક રાશિઓ માટે ફાયદાકારક રહેવાનો છે.
મેષ રાશિ
આ રાશિના જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમના માટે ઓક્ટોબર મહિનો સાનુકૂળ રહેશે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. વેપાર ધંધો કરતા લોકોને આ મહિને નુકસાન સહન કરવું પડી શકે છે. કોઈને પૈસા ઉધાર આપતી વખતે સાવચેત રહો.
વૃષભ રાશિ
ઓક્ટોબરમાં તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. તમને તમારા માતા-પિતા તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. ઓનલાઈન કામ સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. કામના સંબંધમાં તમારે મુસાફરી કરવી પડી શકે છે. આ મહિને તમને ધનલાભ થશે
મિથુન રાશિ
કાર્યક્ષેત્રમાં તમારું માન-સન્માન વધશે. તમારા વરિષ્ઠ તમારા કામની પ્રશંસા કરશે. જે લોકો પોતાના માટે ઘર કે સંપત્તિ ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની ઈચ્છા ઓક્ટોબર માસમાં પુરી થઈ શકે છે. તમારી કારકિર્દી સારી રીતે ચાલશે.
કર્ક રાશિ
ઓક્ટોબર મહિનો તમારા માટે મુશ્કેલ રહેવાનો છે. સ્વાસ્થ્ય ખરાબ થવાની સંભાવના છે. તેથી વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું. ધંધામાં પણ આર્થિક નુકસાન થવાની સંભાવના છે.
સિંહ રાશિ
ઓક્ટોબર મહિનો તમારા માટે મિશ્રિત રહેશે. લગ્નજીવન સુખી રહેશે. તમારા માતા-પિતા અથવા ભાઈ-બહેન સાથે વિવાદ થઈ શકે છે. કોઈ નવું કામ શરૂ ન કરો તેનાથી નુકસાન થઈ શકે છે. વેપારીઓ પર હરીફો હાવી થઈ શકે છે.
કન્યા રાશિ
ઓક્ટોબર મહિનો તમારા માટે સારો નહીં રહે. તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નોકરી અને વ્યવસાયમાં તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. ઘરનું બજેટ બગડવાથી માનસિક તણાવ થઈ શકે છે.
તુલા રાશિ
ઓક્ટોબરની શરૂઆત ધંધાકીય લોકો માટે થોડી ધીમી રહેશે. નવરાત્રિ શરૂ થતાં જ તેમાં ઝડપ આવશે. ઓફિસમાં સિનિયર્સ સાથે કોઈ વિવાદ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારી વાણી પર નિયંત્રણ રાખો. કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો.
વૃશ્ચિક રાશિ
આ મહિને તમારે બિઝનેસના સંબંધમાં લાંબી યાત્રા પર જવું પડી શકે છે, જેનાથી તમને ફાયદો થશે. જૂના રોગથી મુક્તિ મળી શકે છે. ઘરમાં કોઈ શુભ પ્રસંગની ઉજવણી થઈ શકે છે.
ધન રાશિ
ઓક્ટોબરમાં તમારા માટે આવકના ઘણા સ્ત્રોત બનશે. તમારા ખર્ચની સરખામણીમાં તમારી આવકમાં વધારો થશે. સમાજમાં તમને માન-સન્માન મળશે. કોર્ટમાં ચાલી રહેલા જૂના મામલા તમારા પક્ષમાં ઉકેલાઈ શકે છે. તમારું વિવાહિત જીવન સારું જશે.
મકર રાશિ
ઓક્ટોબર મહિનો તમારા માટે ઘણી ખુશીઓ લઈને આવવાનો છે. આ મહિને તમારા પર પુષ્કળ સંપત્તિનો વરસાદ થશે. વેપારી લોકો નવા ક્ષેત્રોમાં રોકાણ કરી શકે છે. રાજકારણમાં સક્રિય લોકોને પાર્ટીમાં મોટું પદ મળી શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
કુંભ રાશિ
આ રાશિના લોકો ઓક્ટોબર મહિનામાં બીમારીઓથી પરેશાન રહી શકો છો. કોઈ જૂનો રોગ ફરી પાછો આવી શકે છે. શરદી અને ઉધરસ જેવા મોસમી રોગો તમને પરેશાન કરશે. તમારે લાંબી મુસાફરી કરવી પડશે.
મીન રાશિ
આ રાશિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ નહીં પડે. અકસ્માત કે અન્ય કોઈ દુર્ઘટના થવાની પણ શક્યતા છે. ખરાબ સ્વાસ્થ્ય મૂડ અને બજેટ બંને બગાડશે. તમે ઉર્જાનો અભાવ અનુભવશો. પરિવાર અને કાર્યસ્થળમાં મતભેદ થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos